________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
સંવત ૧૯૬૮ની સાલના વિચારે.
પકડેલા કદાગ્રહ ત્યજતા નથી. જ્ઞાની પિતાના આત્માને શુદ્ધ પરિણમવડે ઉચ્ચ બનાવે છે. વ્યાપારીઓ અફીણ વગેરે ઝેરની વસ્તુઓને વ્યાપાર કરે છે, આંખે વિષ દેખે છે, દેશદેશ મોકલાવે છે પણ તેનું ભક્ષણ કરતા નથી, ઝેર ચઢનારી વસ્તુઓ પાસે હોય એટલા માત્રથી કંઈ ઝેર ચઢી શકતું નથી, તદ્દત જ્ઞાનિપુરૂષો આસવના હેતુઓ દેખે છે, તે પણ તેથી તેમને કર્મરૂપ ઝેર ચઢી શકતું નથી. ઝેર ખાવાથી મૃત્યુ થાય છે પણ કંઈ ઝેરની વસ્તુઓ પાસે હોય તેટલા માત્રથી મૃત્યુ થતું નથી. નાટક કરનારાઓના મનમાં, નાટક દેખનારાઓના જેટલા દેખવાને પ્રેમ હતો નથી તેમ જ્ઞાનિમનુષ્યોને પણ આંખે દેખાતી સ્કૂલ વસ્તુઓ પર મમત્વરાગ હોતું નથી. સન્ત પિતાના મનને શુદ્ધ રાખવા પ્રયત્ન કરે છે. તેઓ હૃદયમાં ભરાયેલા એવા પાપ કચરાને કાઢી દે છે. જ્ઞાનિસને બાહ્યાડંબર હેતો નથી. બાહ્યાડંબરથી સતપણું કદિ નિર્ધારી શકાય નહિ. જ્ઞાનિ સંતોને ઓળખવા એ ઘણું મુશ્કેલ છે. રત્નની પરીક્ષા તે ઝવેરી કરી શકે, પણ જ્ઞાનસાધુની પરીક્ષા તો અન્તરના જ્ઞાન વિના બની શકે નહિ. જ્ઞાનિસંતોના હૃદયમાં ઉંડા ઉતરવાથી અને તેમના અત્યંત સહવાસથી તેમના ગુણે અવબોધી શકાય છે. ઉત્તમજ્ઞાનિમનુષ્યો ગુણેવડે ઓળખી શકાય છે, તેઓની સંગતિ કરવાથી કૃષ્ણ લેસ્પાદિને નાશ થાય છે અને સધિચારોથી મન સુધરતું જાય છે.
સંવત ૧૯૬૮ ના શ્રાવણ વદિ ૬ સેમવાર તા. ૨ જી
સવેમ્બર ૧૯૧૨, અમદાવાદ, હે આત્મન ! મધ્યસ્થ ભાવનાથી વતી અને મધ્યસ્થ ભાવનાના પ્રસંગે મધ્યસ્થ ભાવ ધારણ કર્યા કર. મધ્યસ્થભાવનાના બળથી હારા હૃદયમાં ખરૂ સત્ય જણાશે, અને પક્ષપાતદષ્ટિને નાશ થશે. ગમે તેવા ઉપસ
ના પ્રસંગમાં અપાતા વેદનીયાદિ પ્રાપ્ત થયે છતે આત્મસમ્મુખ દષ્ટિ રાખીને પ્રવૃત્તિ કર ! હારૂં આત્મવીર્ય મેરૂ પર્વતની પેઠે અચળ રહે એ ઉપયોગ રાખ. મોહના વેગથી અનેક બાબતમાં મતિ મુંઝાઈ જાય છે. - રાગ અને દ્વેષનાગથી મતિનો પ્રકાશ ખીલતે છતે મંદ પડી જાય છે,
For Private And Personal Use Only