________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૯
સાધન વડે ધર્મની આરાધના કરીને અન્તરંગ પરિણામની વિશેષ શુદ્ધિ થાય તેમ પ્રવર્તવું. આત્માના પરિણામની શુદ્ધિ માટે ધર્મનાં સર્વ બાહ્ય નિમિત્તે કચ્યાં છે. આત્માના પરિણામની શુદ્ધિ રહે એવા ઉપાયો યોજવી.
ઇને પણ શુભ પરિણામ વધે એમ ઉપદેશ દે. જે મનુષ્યોને જે ધર્મ સાધન વા જે ગુણ ઉપર રૂચિ હોય તો તેનું ખંડન ન કરતાં તેમાં તેની પ્રવૃત્તિ થવાથી તે ગુણની તે શીધ્ર પ્રાપ્તિ કરે છે, તેમાં જે કોઈ વિદ્ધ કરે તે તેને અન્તરાયકર્મ બંધાય છે, એકાતે ઉત્સર્ગમાર્ગથી ચારિત્રની પ્રરૂપણ કરવાથી જેનશાસનને ઉચછેદ થાય છે, એ વાત ગીતાર્થ સાધુએને અનુભવવી જોઈએ. ઉત્સર્ગભાર્ગથી ચારિત્રની દેશના દેવામાં આવે છે. તે કંઈ અપવાદ માર્ગને નાશ કરવાને માટે નયી, અપવાથી ચારિત્રની દેશના દેવામાં આવે છે, તે કંઇ ઉત્સર્ગમાર્ગચારિત્રને નાશ કરવા માટે નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવના અનુસારે ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી ચારિત્રની દેરાના દેવી અને સાધુમાર્ગને નાશ ન થાય તે ખાસ ઉપયોગ રાખો.
સંવત ૧૯૬૮ ના શ્રાવણ વદ ૫ રવિવાર, તા. ૧ લી.
સ મર ૧૯૧૨અમદાવાદ.
જે જાતના મનમાં વિચારે ઉત્પન્ન થાય છે તે જાતની અસર પ્રાયઃ શરીરની ચેષ્ટામાં, વાણીમાં અને કાર્યોમાં દેખાય છે. ઉત્તમ વિચારો કર્યાથી ઉત્તમ મનોદ્રવ્યનું આકર્ષણ થાય છે. જ્ઞાનિમનુષ્યોના સમાગમથી મનની શુદ્ધિ થાય છે. ઉત્તમ મનુષ્યોના સમાગમથી કૃષ્ણ લેહ્યાદિને નાશ થાય છે, અને શુભ લેસ્યા પ્રગટે છે. જે સ્થાનમાં છે જેના સમાગમથી અશુભ વિચાર પ્રકટે ત્યાંથી દૂર રહેવું. જ્ઞાનિપુરૂષોને તે આસવનાં કારણો ને સંવરરૂપે પરિણમે છે, અને અજ્ઞાનિમનુષ્યોને સંવરનાં કારણો પણ આઅવ રૂપે પરિણમે છે. અજ્ઞાનિયે સંવરનાં હેતુઓ કે જે ધર્મનાં સાધન તરીકે ગણાય છે, તેમાં મારું હારું કરીને કલેશ કરે છે. ધર્મનાં નિમિત્ત કારણોમાં અહેવ મમત્વ માનનારા અજ્ઞાનિય અસત્ય, હિંસા, કપટ, વિશ્વાસ વાત, અનીતિ, લોભ, ઈર્ષા, ચેરી વગેરે ના ભાગી બને છે, અને પોતે
For Private And Personal Use Only