________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
४०७
ચઢેલા મનુષ્ય મનમાં એમ જાણે છે કે ઉત્સર્ગ આચારનાં પ્રરૂપનારાં આચારાંગ આદિ સૂત્રોવડે લોકોની સાધુ વર્ગ તરફથી રૂચિ ઘટે એવી ઉપદેશ શૈલી અંગીકાર કરવી જોઈએ. આવો વિચાર કરીને તેઓ સાધુવર્ગ તરફ અરુચિ થાય એવા ઉત્સર્ગ આચારોની વાત કરીને પશ્ચાત પિતાની જે તરફ માન્યતા હોય તે તરફ લોકોને ઘસડી જાય છે. આવા જીવો ઉત્સર્ગ અને અપવાદ સૂત્રોના મધ્યસ્થપણે વિચાર કર્યા વિના કોઈ જાતના અભિનિવેશથી સાધુવર્ગનો નાશ થાય એવી પ્રરૂપણ કરીને જેનશાસનને ઘાત કરવા અજ્ઞાનતાનું શરણ લે છે.
સંવત ૧૬૮ ના શ્રાવણ વદ ૨ ગુરૂવાર. તા. ૨૯ મી
ઑગસ્ટ ૧૯૧૨ અમદાવાદ, આત્માને પરિણામની શુદ્ધિ વૃદ્ધિ પામે એવી પ્રવૃત્તિ આદર !! ! આ ભાના અધ્યવસાયે શુદ્ધ કરવામાં ઉત્સાહ ધારણ કર. હે ચેતન! હારા શુદ્ધ ધર્મનું શ ણ અંગીકાર કર ! અધ્યવસાયની મલીનતા ન થાય તે ઉપ
ગ ધારણ કર. તંદુનીયામત્યના મનની મલીનતાનું દૃષ્ટાંત વિચારીને ઉત્તમ સ્થાને પાક બન ! પ્રસન્નચંદ રાજર્ષિનું દૃષ્ટાંત સ્મરણ કરીને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી વિશેષતઃ મુક્ત થા. હે ચેતન ! હાલ હારી જે દશા વતે છે તેના કરતાં આગળ વધવા અપ્રમત્ત બનીને વિશેષ પ્રકારે પ્રયત્ન કર! બાહ્યમાં ભમતા એવા મનને આકર્ષીને આત્મામાં સ્થિર કર ! હાલ તું જે ધ્યાનને અભ્યાસ સેવે છે, તેને આગળ વધારવા પ્રયત્ન કર! ક્રોધાદિકનો પુનઃ ઉદય ન થાય એવી રીતે પ્રવર્તે !!! વેદાદિકનો અંશ માત્ર પણ ઉદય ન પ્રગટે એવું આત્મબળ પ્રકટાવવા ઉપયોગી થા. ઉપાધિ રહિત દશામાં વિશેષ પ્રવર્તાય એવું નિસંગ જીવન ગાળવાને તીવેચ્છાથી ભાવ રાખ. કેઈના પ્રતિબંધમાં આવવાનું ન થાય એવો ઉપગ ધારણ કર ! અન્તર અને બાહ્યમાં ઐક્ય રહે એવું ધાર્મિક જીવન ગાળવા પ્રયત્ન કર! નિષ્કામભાવથી અધિકાર પરત્વે થતાં ધર્મકાર્યો કર ! દેષનાં મૂળ ખોળી બળીને તેને ઉછેદ કરવા પ્રયત્ન કર ! જે દેષો થઈ જાય તે બાબતનો પશ્ચાત્તાપ કરીને પુનઃ દોષ ન સેવાય એવી હૃદયમાં વિશેષ પ્રકારે
For Private And Personal Use Only