________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૪૦૫
પ્રયત્ન કર્યા છતાં જેમ એકદમ સર્વ ગુણ કર્મના યોગે પ્રકટતા નથી તેમ સર્વત્ર એવું જૈને સમજશે ત્યારે જૈનેનો ઉદય પાસે છે એમ જાણવું.
સંવત ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૧૫ મંગળવાર, તા. ર૭
મી ઓગસ્ટ ૧૯૧ર. અમદાવાદ, પર્વના દિવસોમાં ગૃહસ્થોએ વિશેષતઃ ધર્માનુષ્ઠાને સેવવાં જોઈએ. ધાર્માનુષ્ઠાને સેવતાં અવિધિ આદિ દેષ લાગે તેના ભયથી ધર્માનુષ્ઠાનની સેવા કરવાનો ત્યાગ ન કરવો. ધર્માનુષ્ઠાનામાં જે જે દોષ લાગે તે તે દેષનો ત્યાગ કરવાની બુદ્ધિ રાખવી, પરતુ ધર્મક્રિયાઓ-ધમનુષ્ઠાને નિયભસર સેવ્યા કરવાધર્માનુષ્ઠાનોમાં ઘણું ગુપ્ત રહસ્ય સમાયું છે, અને તેનો આદર કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. ગાડરીયા પ્રવાહ આદિ દે ટાળવાને પ્રતિદિન ખપ કરવો. ઉપાધિને ત્યાગ થાય તેમ પ્રવૃત્તિ કરવી.. તિથિના દિવસે વિાષધ કરનારા શ્રાવકોના ભાવ ઘણું ઉત્તમ રહે છે. ધર્મ, નુષ્ઠાને પર રૂચિ પ્રકટે એવા ઉપાયો જવા. શ્રાવકે એક દિવસનો પિષધ ગ્રહણ કરીને નિરૂપાધિદશાને અનુભવ કરી શકે છે. સાધુઓ, સાધુધર્મના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરીને પૂર્વના મુનિવરની આમદશાસુખની વાનગીનો લાભ મેળવી શકે છે. સાધુપણું લેવાનો ભાવ રાખવો પણ સાધુપણમાં કોઈ દોષ લાગી જાય એવો વિચાર કરીને સાધુ ન થવું એ નિશ્ચય કદિ કરવો નહિ, જે કરે છે તેને દોષ લાગે છે અને પશ્ચાત્તાપ પણ તેના હૃદયમાં પ્રકટે છે પણ જે નથી કરતા તેને તો પશ્ચાત્તાપને વખત પણું આવતું નથી, અને તેનાથી આરાધકપણું પ્રાપ્ત કરી શકાતું નથી. સાધુપણું વા શ્રાવકપણું ગ્રહણ કરવું અને વિધિને ખપ કરે, ઉત્સાહ પરિણામ વધે અને ધર્મની ઘણી રૂચિ વધે એવી રીતે અન્તરમાં ભાવ રાખવે. જે લોકે સાધુપણું લેતાં બીવે છે, અને દોષ લાગે માટે ન લેવું એમ કહીને બેસી રહે છે અને અન્ય સાધુઓની ટીકા–નિદા કરે છે તેના કરતાં જે સાધુઓ થાય છે, અને દેષ લાગે છે તે ટાળવાની બુદ્ધિ રાખે છે તથા આગળ વધવા પ્રયત્ન કરે છે તેવા સાધુઓ અનન્તગુણું ઉત્તમ અવબોધવા. અન્તર્ના પરિણામની શુદ્ધિ એવી રીતે બાહ્ય ધર્માનુષ્ઠાને વડે પ્રયત્ન
For Private And Personal Use Only