________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
w
સંવત ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૧૩ રવિવાર તા. ૫ મી
ઓગષ્ટ ૧૯૧ર, અમદાવાદ, સાડાઆઠ વાગે આંબલીપળના ઉપાશ્રયે નગરશેઠ ચમનભાઈ લાલભાઈના આત્માના સદ્ગણો વિવેચનાર્થે એક સભા શ્રાવકો તરફથી બેલાવવામાં આવી હતી, તેમાં પ્રમુખ તરીકે ચમનભાઈમાં રહેલા કેટલાક સદ્ગણોનું વિવેચન કર્યું અને નગરશેઠ ચમનભાઈના આત્માને શાન્તિ ઈચ્છી.
જેમાં જૈનકામની સેવા બજાવનારાઓની ઓછી કદર થાય છે. એમ ઘણું જૈને તરફથી ફરીઆદીઓ આવે છે. જેને જેમ જેમ ઉપકાર કરવામાં તત્પર થશે ત્યારે ઉપકાર કરનારાઓની કદર કરવાને પણ સમર્થ થશે. વિધવા, ગર્ભિણુની વેદના ન જાણી શકે તેમ જ અન્યો પર ઉપકાર કરીને પિતાના સમયને સદુપયોગ કરી શકે છે, તેઓ જ એના ઉપકારની કિસ્મત આંકી શકવાને શકવાને સમર્થ બને છે. જેને એક દેષથી ઘણા ગુણવાળા મનુષ્યને પણ ધિક્કારે છે. અને તેને પશુના આત્મા કરતાં હલકે ગણે છે. જે જેને પાંજરાપોળના અવિવેકી પશુઓ અને પંખીઓ ઉપર પણ રાગ ધારણ કરે છે, તે જૈને કે મનુષ્યના એક દોષથી વા તેની એક ભૂલથી પશુપંખીના આત્મા કરતાં પણ તેને હલકે ગણે છે તેથી જૈનેની હલકાઈ દેખાય છે, એમ ઘણાઓ તરફથી અમને કહેવામાં આવે છે, પણ આ બાબતમાં એટલો જ વિચાર થાય છે કે જૈનમાં જે ગુણાનુરાગદષ્ટિનો ફેલાવે થશે તે ઘણે અંશે ફરીયાદી કરવાને સમય રહેશે નહિ. ધર્મના આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓમાં જે આ ગુણ વિશેષ પ્રમાણમાં ખીલશે તે શ્રાવકો ઉપર પણ તેની અસર થયા વિના રહેશે નહિ. કૂવામાં હશે તો હવાડામાં આવશે. સાધુઓમાં આચારની પેઠે સગુણ પણ જેમ જેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ સાધુઓમાં પરસ્પર ઐક્ય વધે છે. મનુષ્યના આત્માને પશુપંખીના કરતાં હલકે ગણવાનું કોઈ ઠેકાણે જૈનશાસ્ત્રમાં દર્શાવ્યું હોય એવું વાંચવામાં સાંભળવામાં પણ આવ્યું નથી. શ્રાવકોએ શ્રાવક થવાને માટે એકવીસ ગુણો ધારણ કરવા જોઈએ. જે જેના પિતાને આત્માની કિંમત અવબોધી શકતા નથી, તેઓ અન્યના આત્માની મહત્તા સમજીને તેને સત્કાર કરવાને ક્યાંથી લાયક બની શકે ? પિતાના આત્મામાં ગુણે પ્રકટાવવા
For Private And Personal Use Only