________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૮ ની સાલના વિચારે
૪૦૪
આપતાં ગુણેના ઉપર અત્યંત પ્રીતિ ધારણ કરવાથી અન્તમાં રહેલો દેષરૂપ દષ્ટિકાક ખરેખર દૂર જાય છે. અન્યના ગુણેની સાથે સંબંધ રાખવા જોઈએ. ગુણદષ્ટિને ખીલવતાં ખીલવતાં એટલી બધી ખીલવવી કે જેથી પિતાના આત્મામાંજ રહેલા ગુણેની ધારણું ધારી શકાય. અને અન્તરમાં રહેલા ગુણોનું જ ધ્યાન ધરી શકાય. પિતાના ઘરને કાજે કાઢવાની શકિત ન હોય અને અન્યના ઘરને કાજો કાઢવા જવું અને તે પણ અન્યાની આજ્ઞા લીધા વિના જવું એ કેટલું બધું અયોગ્ય ગણાય. અન્યાના ઘરમાં અમુક જાતને દુર્ગધી પદાર્થ છે, એમ બેલવાના કરતાં અન્યના ઘરમાં રહેલો દુર્ગધી પદાર્થ દૂર કરવો એ લાખગણું ઉત્તમકાર્ય છે. અન્યોના દુર્ગણે દેખીને નિંદા કરવામાં પિતાને આત્મા શોભી શકતા નથી. પિતાના આત્માને શોભાવવો હોય તે અન્ય તરફ લક્ષ ન દેતાં પિતાના ઘરની સ્વચ્છતા કરવી. પિતાના ઘરની સ્વચ્છતા કરવાથી પિતાની મહત્તા વધે છે. કર્મરૂ૫ કચરો કાઢીને પોતાના અસંખ્યાત પ્રદેશરૂપ ઘરને નિર્મલ કરવું એજ ખરૂં કર્તવ્ય છે. દરરોજ બે વખત દ્રવ્યભાવપ્રતિક્રમણ રૂપ આવસ્યકની પંજણ વડે આત્મધરને કચરે કાઢી નાંખવે. પોતાના ગુણો પ્રતિ અવલોકતાંજ ગુણને આચ્છાદન કરનાર કચરો કાઢી નાંખવાની વૃત્તિ ઉદ્ભવે છે. સેવક બનીને અન્યના ઘરના કચરા કાઢવામાં સેવા ધર્મ બજાવ્યો એમ કહી શકાય છે. ગુણદષ્ટિ ખીલવાથી પિતાના આત્માના ગુણો ઉપર પ્રેમ જાગ્રત થાય છે, અને તેથી આત્માના ગુણો વિના સુહાતું નથી. આત્માના ગુણ પ્રાપ્ત કરવા માટે સતપુરના ઉપદેવાની જરૂર છે. સાધુઓની સંગતિ કરતાં મન વાણું અને કાયાને શુભ માર્ગમાં વાપરી શકાય છે. ગુણુષ્ટિ ગ્રહણ કર ! ગુણ દૃષ્ટિથી દેખતાં અશુદ્ધ પરિણતિ મંદ પડશે. ખરેખર હે ચેતન ! વારંવાર આવા વિચાર કરીને તેને આચારમાં મૂકીને ગુણદષ્ટિની મૂર્તિ બન!
For Private And Personal Use Only