________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે. ૪૦૧ -~~-~~-~
ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના એકતાનમાં આત્માનુભવરૂપ અમૃતરસનો પ્રાદુર્ભાવ અનુભવાય છે. આવી સ્થિતિમાં ઘણો કાલ રહી શકાતું નથી. એકતાનતા થતાં સહજાનંદરસ એટલે બધા પ્રગટે છે કે જાણે ત્રણ ભુવનમાં પણ માઈ શકે નહિ. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતારૂપ એકતાનતા છૂટયા બાદ પણ આનન્દનું ઘેન રહે છે. આ અનન્દ કઈપણ દુનિયાના જડ પદાર્થોના ભોગ વા ઉપભોગથી પ્રાપ્ત થતો નથી; તે માટે આત્માનું એકતાન કરવા વારંવાર અરૂચિ ઉત્પન્ન થાય છે. અનુભવરૂપ અમૃત રસનું ભેજન સદાકાળ મળવું મુશ્કેલ છે; કારણ કે કર્મની પ્રકૃતિના વિપાકો-વિદો નાંખ્યા કરે છે તેથી આત્મધ્યાનનો સદાકાળ ઉપગ રહી શકતો નથી; પણ લબ્ધિપણે તે ઉપયોગ રહે છે તેથી પાછી ધ્યાનની સામગ્રી પ્રાપ્ત થતાં પુનઃ અલ્પકાળપર્યત ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતારૂપ અનુભવભાવ જાગ્રત થાય છે અને તેથી આનન્દની ઝાંખી પ્રકટે છે. અવધૂ પીવો અનુભવ પણ વ્યાા વાત પ્રેમ ગતિવાઢા એ પદનો સાર અમુક અંશે આત્મામાં અનુભવાય છે. ધ્યાનાદિ વડે આત્માની સાધના કરવી. આત્મિધ્યાનને વારંવાર અભ્યાસ કરવાથી આમાનું સામર્થ ખીલે છે. સરાગ સંયમમાં પણ આનન્દ અનુભવાય છે. આગળ વધવા પ્રયત્ન કર. ચારિત્ર્યની આરાધના કરવા પ્રયત્ન કર !
સંવત્ ૧૮૬૮ શ્રાવણ સુદિ ૧૧ શુકવાર. તા. ર૩મી
આગસ્ટ ૧૯૧૨. અમદાવાદ. હે આત્મન ! દુઃખને સહન કરવાનું પૈર્ય ધારણ કરે. ગમે તેવી વિપત્તિઓ પડે તે પણ જાણે કંઈ થતું નથી, એવી અતર્ દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. જે જે કર્મવિપાકો ઉદયમાં આવે છે તે વિપાકને અદીન મનથી ભોગવ. વિપાકોને ભોગવતાં હું દુખી છું, ગરીબ છું, સંકટમાં આવી પડે છું એવી ઉપાધિ કલ્પનાનો ત્યાગ કરીને આ માને આત્મરૂપભાવ ! ભાવોન્નતિનો મુસાફર બનીને સદાકાલ આગળ ચાલ્યા કર. પિતાના શુદ્ધધર્મને તું ભોક્તા છે એ ઉપયોગ રાખ. સ્વપ્નમાં પણ અત–માં પ્રગટતી સૂક્ષ્મવાસનાઓને નાશ કરવા પ્રવૃત્તિ કર. જે જે ઇચ્છાઓને તીવ્ર
5]
For Private And Personal Use Only