________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત્ ૧૬૮ ની સાલના વિચારે.
૩૮૮
સંવત ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૭ સેમવાર. તા. ૧૯ મી
આગસ્ટ ૧૯૫૨. અમદાવાદ ચેતના એ આત્માની સત્ય સ્ત્રી છે. આત્મારૂપ ગી છે અને શુદ્ધ ચેતના યોગિની છે. શુદ્ધ ચેતના પિતાના આત્મ સ્વામિનું દર્શન કરી શકે છે. આમાના અસંખ્યાત પ્રદેશોમાં શુદ્ધ ચેતના વ્યાપી રહી છે. આત્માના અસંખ્યાત પ્રદેશ રૂપ સર્વાગે શુદ્ધ ચેતના વ્યાપી રહી છે. આમ પ્રભુને ત્રયોદશમાં ગુણસ્થાનકમાં શુદ્ધ ચેતના રૂપ સ્ત્રી મળે છે. શુદ્ધ ચેતનાને વિરહ તેરમા ગુણ સ્થાનકમાં ભાગે છે. આત્મપતિનું સાક્ષાત દર્શન કરીને શુદ્ધ ચેતના સહજાનન્દ ગુણ પ્રકટ કરે છે. ક્ષાયિક ભાવે શુદ્ધ ચેતના વસ્તુતઃ ગણાય છે. પશિયભાવની ચેતનાજ ક્ષાયિક ભાવની ચેતના તરીકે પરિણામ પામે છે. ક્ષયોપશમ ભાવની ચેતના. પોતાના ચેતન પતિની પ્રાપ્તિ માટે તેની શોધ કરે છે, અને સભ્યનું ચારિત્ર વડે આત્મપતિનું ધ્યાન ધરતી ધરતી તેરમાં ગુણસ્થાનકમાં આત્મપતિનું સાક્ષાત દર્શન કરે છે. પશ્ચાત તે ક્ષાયિક ભાવની શુદ્ધ ચેતના તરીકે પરિણમે છે. શુદ્ધ ચેતના કદી પિતાનું રૂપ બદલતી નથી. કારણ કે ઘાતી કર્મોને ક્ષય થવાથી પિતાના પ્રગટેલા રૂપમાં કોઈ હાનિ કરવા સમર્થ થતું નથી. દુનિયામાં જેમ પતિ તો સ્ત્રી પિતાના પતિ ઉપર અત્યંત પ્રેમ ધારણ કરે છે અને તેની નવધા પ્રકારે ભક્તિ કરે છે; તેમ ચેતના પણ ચેતન પતિ પર અત્યંત પ્રેમ ધારણ કરે છે અને તેની નવધા ભકિતથી ઉપાસના કરે છે. પતિના વિરહ પતિવ્રતા સ્ત્રીની જેવી દશા થાય છે તેવી આત્મપતિના વિરહે ચેતનાની પણ દશા થાય છે. પિતાના પતિ પર પ્રેમ ધારણ કરતી એવી પતિવ્રતા સ્ત્રી પિતાના સ્વામીનું ધ્યાન ધરતી છતી જ્યાં ત્યાં પિતાના સ્વામીની અનેક આકૃતિ દેખી શકે છે. ચેતના રૂપ સ્ત્રી પિતાના સ્વામી પર અત્યંત પ્રેમ ધારણ કરતી છતી પતિની ધારણાથી મનના અણુ અણુમાં અર્થાત મનને સર્વ ભાગમાં આત્મારૂપ ધ્યેયની જ્ઞાનાદિ પર્યાય રૂપ અનેક આકૃતિને દેખી શકે છે એમ અવધવું. મનના અણુ અણુમાં આત્મપતિની અનેક આકૃતિયોને ચેતના દેખી શકે છે, તેનો અર્થ પ્રેમના અતિશયથી આત્માની ધારણામાં આત્માના અનેક પર્યાય દેખાય છે, એમ અવધવું.
For Private And Personal Use Only