________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
કરવી. આત્માભિમુખતા પ્રગટે એવી રીતે દરરોજ ક્રિયાઓ કરવી. આત્માની શુદ્ધિ થાય, એ સાધ્યને ઉપગ રાખીને આવસ્યકનું આરાધન કરવું.
સંવત્ ૧૯૬૮ ને શ્રાવણ સુદ ૫ શનિવાર તા. ૧૭મી
આગસ્ટ ૧૯૧૨. અમદાવાદ. હે આત્મન ! પ્રમાદના હેતુઓથી ચેતતા રહે. પ્રમાદને જય કરવાથી આત્માને શુદ્ધ ધર્મ પ્રગટે છે. હે ચેતન ! કઈ પણ પ્રકારની વિકથામાં ન પડ. હે આત્માનું ઉત્તમ પુરૂનું ધ્યાન ધર. માન સન્માનથી રતિ ધારણ કર નહિ. પરપરિણતિત્યાગભાવ રૂ૫ બ્રહ્મચર્યની પ્રાપ્તિ માટે સતત ઉપયોગ ધારણ કર ! સર્વ સંગનો ત્યાગ કરવા આત્મવત્સાહથી ભાવના ભાવ! પૈગલિક સુખનો ત્યાગ કરવા વિશેષતઃ ભાવના ભાવ, શરીરધારા ભેગવાતા સુખમાં જે સુખબુદ્ધિ અનાદિ કાલથી રહી છે તેને પરિહાર કરીને વિશેષ વિશેષભાવે આત્મામાં નિત્ય સુખ રહ્યું છે તેની પ્રાપ્તિ માટે ભાવના ભાવ. આત્મ સુખની એટલી બધી શ્રદ્ધા ધારણ કર કે આત્મસુખ શ્રદ્ધાના બળથી સ્વપ્નમાં પણ કઈ બાહ્ય પદાર્થના ભાગનું નડતર ઉભું ન થાય. આત્મસુખનું ધ્યાન ધર અને આત્મસુખમય પિતાને આત્મા છે એમ પિતાને દેખ. પિગલિક સુખનું સ્વપ્ન પણ ન આવે એવી ઉચ્ચ આત્મ દિશામાં સદાકાલ રહેવાય એવી તીર્ઘચ્છા ધારણ કરીને આત્મ સ્વરૂપમાં રમણતા કર ! જ્યાં સુધી મનમાં પગલિક સુખને સૂમ પણ સંકલ્પ Úરે છે ત્યાં સુધી કર્મ પ્રકૃતિનું જોર છે એમ અવબોધીને આત્મ સ્વરૂપમાં વિશેષતઃ પ્રયત્ન કર. આત્માની શુદ્ધિ માટે જ મન, વચન અને કાયાની ચેષ્ટાઓ થવી જોઇયે; પણ અન્યને દેખાડવા માટે ન થવી જોઈએ. સ્વપ્નમાં પણ પરને રંજન કરવા માટે ધાર્મિક અનુષ્ઠાનની પ્રવૃત્તિ ન થવી જોઈએ, એમ વર્તાય એવા ભાવને ભાવ. ખરું આમિક બળ પ્રગટે એવા બાહ્ય અને આતરિક હેતુઓને અવલંબી પિતાના આત્માની શુદ્ધિ કરવા પ્રયત્ન કર્યા કર.
For Private And Personal Use Only