________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૮૭
AURRAAAALAAAA
-
-
-
-
પ્રવાહ, બંધ થતો જાય છે. જેવા આપણું વિચારે તેજ આપણે આત્મા માનીને સદ્વિચારોથી ઉત્તમ આત્મા કરવા સતત પ્રયત્ન કર ! ! !
સંવત ૧૯૬૮ શ્રાવણ સુદ ૪ શુક્રવાર તા. ૧૬ મી
ઑગસ્ટ ૧૯૧૨. અમદાવાદ.
રાત્રીના ચરમ પ્રહરમાં હેય, ય, ઉપાદેયનો સતત વિચાર કરવો. ઇન્દ્રિયાતીત આત્માનું સ્વરૂપ વિચારવું. બાહ્ય પદાર્થોમાં પ્રિયતા પ્રગટે છે તેનાં કારણે વિચારવાં. પ્રિયતા એ આત્મામાંથી ઉદ્ભવે છે કે જડમાંથી ઉદ્ભવે છે તેને વિચાર કરવો. બાલ્યાવસ્થાથી પ્રારંભીને જેટલી ઉમ્મર થઈ હોય ત્યાં સુધી પ્રિયતામાં થયેલ ભિન્ન ભિન્ન પરિણમન સંબંધી વિચાર કરી જવો. પ્રેમ અને આત્માને શો સંબંધ છે તેને વિચાર કરી જો. આત્મા સંબંધી પૂર્વે કરતાં વર્તમાનમાં વિશેષ શું વિચાર્યું–મનન કર્યું તેનો વિચાર કરી જ. આત્માનું સ્વરૂપ વિચારતાં મોહનીય કર્મની કઈ પ્રકૃતિ મુખ્યતાએ વિક્ષેપ કરે છે તેનો વિચાર કરી જો. આત્માનું ધ્યાન ધરતાં ક્યાં કયાં આલંબન લેવાની જરૂર છે તેનો વિચાર કરી જો. આત્માનું સ્વરૂપ વિચારતાં મેહનીય કર્મની કઈ પ્રકૃતિ મુખ્યતાએ વિક્ષેપ કરે છે તેને વિચાર કરી જવો. આધિ અને ઉપાધિથી રહિત કાલમાં આત્માની કેવી પરિણતિ વતે છે તેને તેવી દશામાં રહીને અનુભવ કરે. દઢ સંકલ્પ કરીને તે પ્રમાણે વર્તવાનાં સાધને સંબંધી વિચાર કરી જવો. કંઈક આત્માનું સ્વરૂપ અવબોધતાં છતાં અને મોહનીય કર્મની પ્રકૃતિ તરફ અરૂચિ છતાં મોહનીય પ્રકૃતિ કેવા સંગમાં કેવી રીતે પ્રગટે છે અને તેનું વાસ્તવિક કારણ અને નિમિત્ત કારણ શોધવા વિચાર કરવા. આત્માની શુદ્ધ પરિણતિ વહે તેવા ઉપાયો કયા કયા આદરવા યોગ્ય છે તેના વિચારો કરી જવા. પશ્ચાત્ આત્માના ગુણ પર્યાયના ચિંત. વનમાં સતત ઉપગની ધારાએ પ્રવૃત્તિ કરવી. પશ્ચાત આત્મસ્વરૂપમાં ચિંતવન કરતાં મન થાકે ત્યારે વખત થતાં પ્રતિક્રમણ ક્રિયા આરંભવી. પડાવસ્યકનાં સૂત્રો સંબંધી ઉપાદેયપણે અર્થ વિચારતાં વિચારતાં ક્રિયા
For Private And Personal Use Only