________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૯૫
સંવત્ ૧૬૮ ના શ્રાવણ સુદ ૨ બુધવાર, તા. ૧૪ મી
ઓગસ્ટ ૧૯૧૨, અમદાવાદ, દેશકાલના સંગોના આધારે દરેક દેશના લોકોમાં અને દરેક ધર્મના આચારમાં ફેરફાર થયા કરે છે. દેશકાલના સંગમાં જે જે આચારોનો ફેરફાર કરવો પડે તે કર્યા વિના છૂટકે થતું નથી. દેશકાલને અનુસરી હાલ તપાસ કરતાં ઘણું બાબાના આચારોમાં ફેરફાર થયો છે અને ભવિષ્યમાં થશે. ધર્મના આચાર્યો દેશકાલને અનુસરી પ્રવૃત્તિ કરે છે તે દેશકાલાનુસારે મનુ
ને ધર્મમાર્ગમાં લાવી શકે છે. પૂર્વની બીનઉપયોગી કેટલીક બાબતે આગળ ધરીને વર્તમાન જમાનામાં વહેરાના નાડાની પેઠે પકડયું તે પકડયું કરીને જે લોકો પ્રગતિ માર્ગમાં આગળ વધાય તેવા સાનુકુલ સંગમાં-આચારમાં ફેરફાર કરીને જમાનાના સામા ટકી શકતા નથી, તેઓ જમાનાની પાછળ રહી જાય છે અને તેઓના હાથે ઘર્મની હાનિ થાય છે. પૂર્વકાલમાં આર્યાવર્ત ના લોકોની આજીવિકા અલ્પારંભથી થતી હતી. હાલમાં તે પ્રમાણે વ્યવસ્થા નથી. વસ્ત્ર વેષ વગેરેમાં પૂર્વના કરતાં વર્તમાન કાલમાં ઘણે ફેરફાર થઈ ગયું છે. પિતાની શકિત પ્રમાણે ધર્મના આચારોને આચરવા જોઈએ. પૂર્વે નાતજાતના ઘણું ભેદો ન હતા. એશવાલ, પિરવાડ, શ્રીમાલી લોકો પૂવે ક્ષત્રિય હતા. કેટલાક સૈકા પૂર્વે તેઓને જન કુલ તરીકે સ્થાપવામાં આવ્યા તેથી તે લોકો વાણીયા તરીકે પિતાને ઓળખે છે, અને અમારા વિના અન્ય વર્ણથી જૈનધર્મ પાળી શકાય નહિ, એમ કેટલાકે સંકુચિત દૃષ્ટિથી માની લે છે, પણ હવે એ સંકુચિત દૃષ્ટિ ચાલવાની નથી. શ્રી વિરપ્રભુના સમયની પેઠે હવે જૈનધર્મમાં વર્ણવર્ણને ભેદ માનીને લડી ભરવાનું રહ્યું નથી. હિંદુઓના વર્ણભેદે ખરેખર જનેને ઘણી અસર કરી છે અને તેમની પ્રબળતાથી જેને પણ નાતજાતના ભેદ માની સંકુચિત દષ્ટિ ધારવા લાગ્યા છે. હવે કેળવણીના જમાનામાં કેળવાયેલો વર્ગ એ બધું માની શકે તેમ નથી, અને નાતજાતના ભેદથી જૈનધર્મને સંકુચિત કરો એ કઈ રીતે યોગ્ય નથી.
X
For Private And Personal Use Only