________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ ના શ્રાવણ સુદિ ૧ મંગળવાર તા. ૧૩ મી
ઓગસ્ટ ૧૯૧ર, અમદાવાદ. સમયને નકામે ગાળ નહિ. બાલ્યાવસ્થામાં જે સમયની કીંમત સમજાઈ હતી અને તે અવસ્થામાં ઉપયોગી સાધનોની સામગ્રી મળી હોત તો ખરેખર વર્તમાન સમયમાં મહાકાર્યો કરવાની શક્તિ સંપ્રાપ્ત થઈ શકી હેત. મનુષ્ય માત્રને વખતની કીંમત કરતાં આવડવી જોઇયે, ભવિષ્યના મનુષ્ય પોતાને મળેલા વખતને સદુપયોગ કરે એવા સાધનોની સામગ્રી તેઓને પ્રાપ્ત થાય, એ ઉપદેશ દઈને કંઈ બનતું કર. થોડા વખતમાં ઘણું કરવાનું છે. માટે પ્રમાદ કરીશ નહિ. સમય વીત્યા બાદ પશ્ચાત્તાપ કરવાથી કંઈ સમય પાછો આવતો નથી. મહાપુરૂષોએ એક શ્વાસોચ્છવાસની પણ અમૂલ્ય કીંમત આંકી છે, તેને તું ખ્યાલ કર. તું એક માનવ મુસા ફર છે, તારી મુસાફરી સુખરૂપ નીવડવી જોઈએ. શ્રી વિરપ્રભુ પિતાના શ્રીમુખે ગણતમને કથે છે કે હે ગૌતમ ! તું સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ. મનુષ્ય જીંદગીમાં ઘણું કરી શકાય તેમ છે માટે સર્વ પ્રકારના સંયોગોમાં આગળ વધવા પ્રયત્ન કર. છંદગીમાં જે જે બનાવો બને છે તે અનુભવ આપે છે. દુખે પણ સુખને આડકતરીતિએ જણાવવામાં અનુભવ આપે છે. દુઃખથી આત્મા કસાય છે, અને તે પોતાનામાં રહેલા સગુણ તરફ અવલોકવા પ્રયત્ન કરે છે. એક ક્ષણ માત્ર પણ મનમાં અશુભ વિચાર ન પ્રકટે તેને ઉપગ રાખ. મનુષ્ય જીવનને ઉચ્ચ દશા તરફ લઈ જા, આન્તરિક ફુરણુઓ ઉચ્ચ જીવન થવાની સાક્ષી આપે છે. શુભ વિચારોમાં સર્વ વખત ગાળવા પ્રયત્ન કર. અન્ય ભવમાં જે કંઈ પ્રાપ્ત કરવાનું છે વા જે કંઈ ત્યાં થવાનું છે, તેને આધાર આ હારી મનુષ્ય જીદગી ઉપર છે. હસ્તમાં સપ્રાપ્ત થયેલું અમૃત ઢળી પણ શકાય અને પી પણ શકાય. જેટલે કાળ સારે ગયો તેની અનુમોદના કર, અને જે કાલ નકામો ગો તેને પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરીને બેસી રહેવાથી કંઈ વળવાનું નથી. પણ ભવિષ્યકાળને સદુપયોગ કરવા ભક્તિ, ધ્યાન, પરોપકાર, દયા, વ્રત પાળવા સંબંધી ઉપગ રાખ. ધર્મદેશના અને સતક્રિયાઓ વડે સ્વજીવનને સફલ કર. મળેલા સમયની સફલતા થઈ એમ તારો આત્મા જ્યાં સુધી સાક્ષી ને પૂરે ત્યાં સુધી આગળ વધીને સમયને સફલ કરવા પૂરતાં સાધન વડે પ્રયત્ન કર્યા કર. કાળને છતીને તેને પ્રભુ થા.
For Private And Personal Use Only