________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૩૯૩
-
--
-
-
-
-
-
-
--
-
--
--
સંવત્ ૧૬૮ ના અષાડ વદિ ૧૨ શનિવાર તા. ૧૦
ઑગષ્ટ ૧૯૧૨, અમદાવાદ પિતાનાથી ભિન્ન આચાર ધરનાર ઉપર અરુચિ ધારણ ન કર. કોઈ પણ મનુષ્યોના આચારો અને વિચારની નિંદા ન કરતાં તેઓના આચારો અને વિચારમાં ચગ્ય સુધારણ કરવા પ્રયત્ન કર, દુનિયાના ઘણુ મનુષ્યોના આચારે પિતાનાથી ભિન્ન હોય તેથી તે ઘણું લેકની સાથે યુદ્ધ કરવાની જરૂર નથી, પણ તેઓ સારા આચાર પાળી શકે એવા ઉપાય શોધ અને તેને ફેલાવો કર. આખી દુનિયાના ધર્મોના આચારાનું મનન કરે અને તે કેવા ધેરણ ઉપર રચાયેલા છે તેને ખ્યાલ કર, પશ્ચાત પિતાના ધર્મના આચારની સાથે અન્યધર્મેના આરાને મુકાબલો કર. પશ્ચાત પિતાના ધર્મના આચારો કઈ કઈ અપેક્ષાએ ઉત્તમ છે અને અન્ય ધર્મના આચારમાં કઈ કઈ અપેક્ષાએ ન્યૂનતા છે તે અન્યોને જણાવવા પ્રયત્ન કર. દરેક ધર્મના ભિન્ન ભિન્ન આચારો થવાનું શું? કારણ છે અને ભિન્ન ભિન્ન આચારમાં . કઈ કઈ અપેક્ષાએ સત્યત્વ છે તે પણ શોધી કહાડ અને કઈ કઈ અપેક્ષાએ અસત્ય છે તે પણ શોધી કહાડ. ક્યા ધર્મોના આચારે આ દુનિયામાં સર્વ લોકોને અનુકુળ થઈ શકે તેમજ કયા ધર્મના આચારે ઉપર લેકેનું વિશેષ ચિત્ત આકર્ષાય છે, તેને વિશેષ વિશેષ ઉપયોગ ધારણ કરીને નિશ્ચય કર કે જેથી તારા બેલોની વિશેષ કિંમત થઈ શકે. જમાનાને અનુસરી જૈનધર્મના આચાર દુનિયાને કેટલી અસર કરી શકે અને દુનિયાને મનુષ્યનું તે તરફ કેવી રીતે આકર્ષણ કરી શકે તેને ખ્યાલ કર. જૈન ધર્મના આચારો તરફ લોકોની રૂચિ વધે એવા કયા કયા ઉપાયો લેવા જોઈએ, તેને ખ્યાલ કર. જૈન ધર્મના આચારવડે જેની અભિવૃદ્ધિ કરી શકાય કે જૈન ધર્મના વિચારવડે જેનોની અભિવૃદ્ધિ કરી શકાય તેને ખ્યાલ કર. આધુનિક જેને, જૈનધર્મના આચારે તરફ કેટલી રૂચિ ધારણ કરે છે તેને અનુભવ કર. ભવિષ્યમાં જૈનધર્મના ક્યા કયા આચારે તરફ લોકેનું મન દોરાશે તેને વિચાર કર. સાયન્સ વિદ્યાના વિચારોની અપેક્ષાએ જૈનધર્મના કયા કયા આચારોમાં વિશેષ મહત્વ અવબોધાય છે તેને ખ્યાલ કર. યોગ વિદ્યાની અપેક્ષાએ જનધર્મના કયા ક્યા આચારોની મહત્તા છે તેને અનુભવ કર, અને ધર્માચારની સિદ્ધિ માટે વિશેષ અનુભવ કર.
50
For Private And Personal Use Only