________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
ભાવે જાગ્રત થઈ શકાતું નથી. પરમ મંગલ સ્વરૂપ એવું અમર પદ પિતાના આત્મામાં ઉંડા ઉતરીને શેધવું જોઈએ અને ચિરંજીવી બનવું જોઈએ.
સંવત્ ૧૯૬૮ ના અષાડ વદિ ૧૧ શુક્રવાર, તા. ૯ મી
ઓગસ્ટ ૧૯૧૨અમદાવાદ પ્રાચીન ગ્રંથમાંથી સત્ય ગ્રહણ કરવું. જૂનું તેટલું બધું કંઈ સત્ય ન હેઈ શકે તેમજ નવું એટલું બધું કંઈ સત્ય ન હોઈ શકે. દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી જે જે આશયો વડે જ્યાં જ્યાં જે જે સત્ય અવાધાય તે તે સત્યને તે તે આશયોની અપેક્ષાએ સત્ય માનવું. અપેક્ષા વિના સત્યની વ્યાખ્યા બાંધી શકાય નહિ. અનેક આશયોથી સત્ય કહેવામાં આવે તે પણ સત્યનું પરિપૂર્ણ કથન થઈ શકે નહિ. આખી દુનિયાના સર્વ ધર્મોને પરિ. પૂર્ણ જાણુને પશ્ચાત સ્યાદાદ દર્શનની અપેક્ષાએ સત્યની વ્યાખ્યા કરવામાં આવે તે સત્યનું ઘણી અપેક્ષાએ ગ્રહણ થઈ શકે. યાદ્વાદ દર્શનની અપેક્ષાએ સત્યની વિશાલ વ્યાખ્યા થઈ શકે અને તેની અપેક્ષાએ સત્યને ગ્રહણ કરવામાં આવે વા માનવામાં આવે તે જૈનદર્શનની સત્યતાને પ્રભાવ ખરેખર દુનિયામાં અપૂર્વ અસર કરનાર થઈ પડે છે. એકાંત દર્શનની અપેક્ષાએ સત્યની સંકુચિત વ્યાખ્યા થઈ શકે છે, અને અનેકાંત દર્શનની અપેક્ષાએ સત્યની વિશાલ વ્યાખ્યા થઈ શકે છે. અસંખ્ય નયવડે સત્યની અસંખ્ય રૂપે વ્યાખ્યા કરી શકાય છે. એક વસ્તુની સત્યતા, અનેક નાની અપેક્ષાએ અનેકરૂપે કથી શકાય છે. જે મનુષ્ય જેટલી અપેક્ષાએ વસ્તુને અવબોધે તેટલી અપેક્ષાએ તે વસ્તુની સત્યતા માની શકે છે. બાકી જે જે અપેક્ષાઓ એ ન જાણી શકે તે બાબતમાં તે વસ્તુના ધર્મોને અસત્ય માની શકે છે. જૈનદર્શનના આશયે અવબેધીને જેઓ જૈન બન્યા છે તે અનેક નાની અપેક્ષાએ દરેક વસ્તુના સત્યને અવધતા હોવાથી ભૂતકાલ, વર્તમાન અને ભવિષ્યમાં રહેનાર વસ્તુઓના સત્યધર્મોને તે તે કાલાદિ વા નયાદિની અપેક્ષાએ જાણે છે, તેથી તેઓના હદયમાં એકાન્ત વાદને લેશ રહેતો નથી. ઉપર્યુક્ત નિયોના આશયોની અપેક્ષાએ સત્યને જાણનાર જૈનેને નવા જૂનાને કદાગ્રહ ક્યાંથી રહે? તેઓ ખરેખરૂં સત્ય જઈ શકે છે.
For Private And Personal Use Only