________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ ના અષાડ વદિ ૯ બુધવાર. તા. ૭ મી
ઔગસ્ટ ૧૯૧૨. અમદાવાદ આ કેળવાયેલા જમાનામાં કેટલાક સાધુઓ નિરક્ષર જૈનધર્મનાં તથી અજાણ અને સંકુચિત દષ્ટિવાળા લક્ષ્મીપતિની સલાહ પ્રમાણે પ્રવર્તે છે, અને તેથી તેઓ શેઠીયાઓની પ્રતિકૂલ વૃત્તિ ન થાય એવી રીતે ઉપદેશ પ્રવૃત્તિ આદરે છે, અને પિતાનું સ્વાતંત્ર્ય ગુમાવે છે. સાધુ ઓના મનમાં જેવું હોય તેવું વાણીમાં લેવું જોઈએ, અને તેવું કાયામાં હેવું જોઈએ. સાધુઓએ પિતાનું સ્વાતંત્ર્ય કદી ન ગુમાવવું જોઈએ. અન્ય શેઠીયાઓની વૃત્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી પિતાનું હૃદય પિતાને સ્વાતંત્ર્ય નાશ માટે ડંખે છે, અને તે પિતાને ખરૂં શું છે ? તે જણાવે છે. અન્યાની સ્પૃહા રાખવાથી સાધુઓ ખરૂં કહેતાં દબાઈ જાય છે. હૃદયથી ખરા ઉભરા કાઢનારા સાધુઓ સામે આખી દુનિયા થાય છે તે પણ તેના ખરા ઉભરા માટે અને તેના ગુણનું દુનિયા અનુકરણ કરે છે. હદયમાંથી નીકળેલા શબ્દોમાં મંત્રશક્તિને વાસ હેવાથી હૃદયના શબ્દોની અને અસર થાય છે. હૃદયમાં જાદા અને બહારથી હૃદય વિરૂદ્ધ બેલાયેલા શબ્દો, ક્ષણિક અસર કરી શકે છે. નેહાનું બાળક હૃદયના શબ્દોથી જેટલું અને બાલ્યાવસ્થામાં પ્રિય થઈ પડે છે, તેટલું મેટી ઉમરમાં હૃદય વિરૂદ્ધ શબ્દ બોલવાથી અને પ્રિય થઈ પડતું નથી. નહાના બાળકના હદયમાં જે હોય છે તે વાણીમાં આવે છે, અને તે તેની કાયામાં આવે છે, અને તેથી તે મોટા મોટા બાદશાહને પણ વહાલું લાગ્યા વિના રહેતું નથી. આવા હૃદયના ઉગારે વાણીમાં અને વાણીના શબ્દો પ્રમાણે કાયાનું વર્તન ચલાવવાને ગુણે ખરેખર સત્યાગીમાં હોય છે, અને તેથી તે મહાના બાળક કરતાં પણ અનંત ગુણ વિશેષ આખી દુનિયાને પ્રિય થઈ પડે છે, અને તેના ત્રણ યાગને વ્યાપાર ખરેખર આખી દુનિયાને અનંતગુણ અસર કરવાને શકિતમાન થાય છે. જેવું મનમાં તેવું બહાર એવું બાળકમાં દેખી શકાય છે. તે બાળકને આનંદ વખણાય છે, તે બાલકના કરતાં જ્ઞાનાવસ્થા પામેલા મુનિવર યોગીઓ મન, વાણી અને કાયાના વ્યાપારોની એકતાવડે આત્મિક સહજ આનંદના સાગરને પ્રાપ્ત કરી ખરેખર સુખી બને છે. એવી દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવાની જરૂર છે.
For Private And Personal Use Only