________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
૩૮૭
પિતાની આમદશાએ જાગ્રત થાય છે. કર્મના મહાબળવાન ઉદયથી સપુજેની આત્મદશા પૂર્વના જેવી ન રહે તો પણ તેઓના અન્તના પરિણામ તે આત્માના મૂળરૂપથી અભિન્નપણે વર્તે છે. જ્ઞાની અને અજ્ઞાનીની અત્તર દશામાં આકાશ અને પાતાળ એટલે તફાવત રહે છે. કર્મના મહાબળવાન ઉદયથી મહાત્માઓ પણ છૂટતા નથી તે બાળજીવોનું શું કહેવું? કર્મના મહાબળવાન ઉદયને જે ભોગવે છે તે તેનું સ્વરૂપ જાણી શકે છે. દારૂપાનથી જેમ ચતુર પુરૂષની બુદ્ધિમાં પણ વિકલતા આવી જાય છે; તેભ કર્મના બળવાન ઉદયથી ઉત્તમ મહાત્માઓની બુદ્ધિમાં પ્રાયઃ વિકલતા આવી જાય છે. મહાત્માઓ કર્મના બળવાન ઉદય સામું ટકી રહેવાને આત્મબળ ફેરવે છે. પિતાનાથી જેટલું બને તેટલું કર્યા વિના રહેતા નથી. કર્મને ઉદય હઠાવવા માટે મહાત્માઓ ઉત્તમ ધ્યાનનું શરણ અંગીકાર કરે છે, અને શરીર–પ્રાણુને પણ તૃણવત્ ગણે છે, તેમ છતાં ન ચાલે અંતરંગ નિર્લેપ દશાએ ભોગકર્મને ભોગવે છે. તેવા પ્રસંગે ભવ્ય જીવોએ આત્મબળ ફેરવવા પ્રયત્ન કરો. આત્માની શક્તિ અને આત્મસુખને વિશ્વાસ ધારણ કરીને પરભાવથી દૂર રહેવા પ્રયત્ન કરો. આભાના પરિણામ શુદ્ધ રાખવા પ્રયતન કરે. પુષ્ટ આલંબનેને આશ્રય લે અને ઉત્તમ પુરૂષેના ચરિત્રનું
સ્મરણ કરવું. આત્માની આગળ પુદગલ વસ્તુ વા કર્મ કંઈ હિસાબમાં નથી, એવી ભાવના ભાવીને અધ્યાત્મજ્ઞાનવડે આત્માના શુદ્ધ ધર્મનું અવલંબન કરવું. વૈર્યતા ધારીને નિર્ભયદશા પ્રગટાવવી. આત્માના ધર્મમાં એટલું બધું લીન થઈ જવું કે જેથી બાહ્ય પદાર્થોમાં ઇષ્ટત્વ વા અનિષ્ટવ રહેજ નહિ. આવી ઉપર્યુક્ત દશાવડે ઉદયને વિરૂળ કરવા પ્રયત્ન કરે. સમભાવવડે શુદ્ધ ચૈતન્ય પ્રભુના ઉપગમાં સ્થિર રહેવું.
For Private And Personal Use Only