________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
તરફ મનુષ્યનું ચિત્ત ખેંચાશે ત્યારે બાહ્ય પદાર્થો નિમિત્તે ઉત્પન્ન થતી અહંવૃત્તિને ક્ષય થશે. આત્મામાં ઉતરતાં દુનિયાના કાલ્પનિક કલેશને અંત આવે છે. આત્માની પેઠે સર્વ આત્માઓને દેખવા-જાણુવા, એમ કહેનારાઓ તે લાખો-કરોડો મનુષ્યો મળી આવે છે પણ મનુષ્યોના સમાગમ વખતે તેવી દશાથી વર્તનારાઓ તો વિરલા નીકળી આવે છે. સાધુઓ થઈને આત્માની પેઠે અન્યજીવોને દેખવા એમ કહેનારા લાખો નીકળી આવશે, પણ તે પ્રમાણે વર્તીને મહાત્માઓનું પદ સફલ કરનારાઓ તો વિરલા નીકળી આવશે. પૂર્વે પ્રોરસ્તી ધર્મ માનનારાઓમાં ધર્મના નામે મહા યુદ્ધ ચાલ્યાં છે, અને તેમાં પરમેશ્વરના ભક્ત બનેલા લોકોએ પરસ્પર એકબીજા પક્ષના અનેક મનુષ્યોને મારી નાંખ્યા. આનું કારણ એ છે કે પરમેશ્વરની દયા તેઓ માનનારા હતા; પણ અજેના ઉપર પરમેશ્વર જેવી દયા કરનારા નહતા. પરમેશ્વરના જેવા મહાન થવું હોય તે પરમેશ્વરના જેવા ગુણો ધારણ કર્યા વિના કદિ મહાન થઈ શકાશે નહિ; તેમજ સામાન્ય મતભેદોથી મોટાં યુદ્ધ કરીને દુનિયાની અવનતિ કરવી જોઈએ નહિ. स्वामी गुण ओलखी स्वामीने जे भजे, दरिसन शुद्धता तेह पामे. मन चारित्र तपवीर्य उल्लासथी, कर्म जीपी वशे मुक्ति धामे तार ॥१॥
સંવત ૧૯૬૮ ના અષાડ વદિ ૫ શનિવાર તા. ૩
છ એગસ્ટ ૧૯૧૨, અમદાવાદ જ મરે કવિ ર૦ મા વઢવા... કમનો ઉદય મહા બળવાન છે. તે જીવની શકિત મરેડી દે છે. નદિષેણ, આદ્રમુનિ, આષાઢામુનિ વગેરેની આત્મશક્તિને પણ કર્મના મહાબળવાન ઉદયે દબાવી દીધી હતી. તમને મહાબળવાન ઉદય ભોગવ્યા વિના છૂટકો થતો નથી. નદીમાં આવેલું ‘પૂર તેના કાંઠે રહેલાં વૃક્ષોને મૂળમાંથી ઉખેડી છે; તેમ કર્મને મહાઅળવાન વિપાક પણ ઘડીમાં આત્માને શાન બનાવી દે છે. નદીના કાંઠે રહેલાં નેતર વગેરેનાં ઝાડે પૂર આવતાં પાણી નીચે દબાઈ જાય છે, અને પૂર ઉતર્યા બાદ અમલની પેઠે પાછાં થઈ જાય છે. તહત આભાર્થી સપુષે કર્મના ઉદયથી નીચા દબાઈ જાય છે. પણ કમને ઉદય મન્દ પડતાં પુના
For Private And Personal Use Only