________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
----------~-~~~-~~-~-~~~~~~~-~-~--~
----
-
-
-
-
~~-~
~-~
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૩૮૫
-~-~~-~-~ મનુષ્ય ઉત્તમ કહેવાય છે પણ વર્ણથી ઉત્તમ થઈ શકતો નથી. એમ ધર્મ દષ્ટિએ પ્રરૂપણ થતી હતી. પૂર્વ કાલમાં વિચારની ઘણું સ્વતંત્રતા હતી. તિર્યંચ પણ જે જૈનધર્મની આરાધના કરીને દેવલોકમાં જાય એવો જૈનધર્મ દુનિયાના સર્વ મનુષ્યો પાળે અને તેમને કઈ જાતની ધર્મ પાળતાં કોઈ તરફથી હરકત થવી ન જોઈએ. આખી દુનિયાના મનુષ્ય માટે જૈનધર્મનાં દ્વાર ખુલ્લાં છે. જૈનધર્મો આત્મા તે પરમાત્મા છે એવું સત્ય જણાવીને સર્વે પરમાત્માએ સત્તા એ છે એવું ભાન કરાવ્યું છે, એવું સ્વતંત્રપદ અર્પનાર જૈનશાસન સદાકાલ જયવંતુ વર્તો. પિતાને આત્મામાં વાડાનું બંધન નથી. આચારની અપેક્ષાએ જૈનધર્મને વાડો માનવામાં આવે તે ખરેખર જૈનધર્મના આચારરૂપ વાડામાં રહેલા છ ધર્માચાર સેવી પશુ ટળી દેવા થઈ જાય છે.
સંવત્ ૧૯૬૮ ના અષાડ વદિ ૪ શુકવાર. તા ૨જી આગસ્ટ
૧૨. અમદાવાદ. સામાન્ય મતભેદોને આગળ કરીને કલેશી મનુષ્યો નાતજાતમાં-સંધમાં મોટા મેટા વિગ્રહ ઉત્પન્ન કરે છે. કેટલાક મનુષ્ય સ્વપક્ષ સ્થાપવાને માટે સામાન્ય મતભેદોથી થતા કલેશને એક મહાભારત યુદ્ધનું રૂપ આપીને સમાજની –સંધની છિન્નભિન્ન વ્યવસ્થા કરી નાંખે છે. કેટલાક મનુષ્યો ભવિષ્યકાલની ઉન્નતિને વર્તમાનમાં અવરોધી શકાય એવા સંકુચિત દૃષ્ટિથી વિચારો ફેલાવે છે, અને પિતાના પગ પર કુઠાર મારવા જેવું કરે છે. ઉત્તમ સુજ્ઞ મનુષ્ય સામાન્ય મતભેદોથી વધુ હાનિ અને અલ્પ લાભ થાય તેવી તકરાર ઉઠાવતા નથી. સુજ્ઞ મનુષ્ય વિશાલદષ્ટિથી વસ્તુતઃ તત્વનું અવલોકન કરીને સુસંપ વધે અને ઉન્નતિક્રમના પગથીઆ પર પ્રતિદિન આગળ ચઢી શકાય એવા માર્ગનું અવલંબન કરે છે. આત્મારાધક સુજ્ઞ બંધુઓ મત્રીભાવનાથી પવિત્ર જીવન ગાળવા પ્રયત્ન કરે છે. સુજ્ઞ મનુષ્યો, વૈર વિરોધની ઉદીરણને પિતે જાણી જોઈને કરતા નથી. સુત મનુષ્યો વિરનાં સ્થાનકોને પરિહાર કરે છે. આખી દુનિયાના મનુષ્યના આત્માઓને સ્વાત્માવત દેખનારાઓ ભેદભાવને ધારણ કરી શકતા નથી. ઉત્તમ સદ્ગણોના
49.
For Private And Personal Use Only