________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૩૮૧
અસંખ્ય વા અનન્ત ગુણો ઉપયોગ રાખવો ધટે છે. તું ભૂત, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ કાલમાં નિત્ય છે. રાગદ્વેષની પરિણતિ વિના સર્વ દેખાય એવી વસ્તુતઃ તારી સત્તા છે. તે સત્તાને ઉપગ ધારણકર અને રાગદ્વેષરહિતદશાએ જેમ વર્તવાનું થાય તેમ અન્તર્ અને બાહ્યથી પ્રવૃત્તિ કર. હારા સંબંધમાં આવનારાઓને તું જાગ્રત કર અને તેમજ તારાથી જે આગળ હોય તેઓના ઉપદેશ તરફ ધ્યાન આપ. કષાયપરિણતિથી હે આમન તું જ્યારે છે. બાહ્ય પદાર્થોથી ભિન્ન એવા આત્માનું જ્ઞાન થવાથી બાહ્ય પદાર્થો છે તે આશ્રવમાં હેતુભૂત થતા નથી, પણ સંવરમાં હેતુભૂત થાય છે, એમ તું જાણે છે માટે હવે તારી શકિતનો ખ્યાલ કરીને અબંધ, અષેધ, અભેદ્ય એવા પિતાના ધર્મ પ્રમાણે પિતાને માન અને તે પ્રમાણે મનથી પ્રવૃત્તિ કર, વ્યવહારથી સનિમિત્તાનું હારે આલંબન લેવું ઘટે છે. પણ નિશ્ચયથી તે પિતેજ પિતાનું આલંબન છે, એમ સભ્ય અવધીને શુદ્ધ ચૈતન્યને ઉપાસક બન. ધ્યાન વડે આત્મધર્મની શુદ્ધિ કરનાર તું પિતાને આનન્દરસમાં રસીલો બનેલો દેખીશ. હાલ તું જે પોતાને ઉપયોગમાં રહેવા પ્રયત્ન કરે છે તેના કરતાં હવે પછીના જીવનમાં અમદશાવડે વિશેષ આમે પગમાં વર્તાય તેમ કર. હે આત્મન્ તું પરમાત્મા છે, અને આવો તને વસ્તુતઃ દૃઢ નિશ્ચય છે તે હવે ત્યારે શરીરમાં રહેલા આત્મા એજ પરમાત્મા વિના હવે બીજું કયું ઈષ્ટ અને પ્રાપ્ત કરવાનું બાકી છે. અર્થાત હવે અન્ય કોઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી. આત્મા એજ પરમાત્મા છે એમ જાણનાર તથા આનંદ લેનાર પણ આત્મા પિતે છે. પિતાને કથવાનું છે અને પિતાનું ધ્યાન ધરવાનું છે. પોતાના જ્ઞાન પ્રકાશવડે અનંત શેયને પ્રતિભાસ થાય છે. જે જે ઉપાવડે પિતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય એજ કર્તવ્ય છે. ત્રણ ભુવનના ભાવનો સાક્ષી પિતાને આત્મા છે. આત્માનો નિષેધ કરનાર
અને આત્માનું અસ્તિત્વનું પ્રતિપાદન કરનાર પણ આમા છે. સર્વ પદાર્થોથી ભિન્ન અને સર્વ પદાર્થોને જાણનાર સ્વયં તું આત્મા છે. હે ચેતન ! પ્રમા વાદળાંને દૂર કરીને હારા શુદ્ધરૂપને પ્રકાશ કર. હે ચેતન ! તારા ધર્મને પ્રકટાવવા માટે યથા શક્તિ પ્રયત્ન કર. પિતાને તું અનુભવ કર. મોક્ષ હારામાં છે અને તું પિતે સ્વતંત્રપણે મોક્ષને કર્તા છે એમ ઉપયોગ રાખ.
For Private And Personal Use Only