________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
લાખો અસત્યના ઉપાસક હોય છે તેથી ડરી ન જતાં આ શરીરની વા આ દુનિયાની મિથ્યા નામરૂપ વૃત્તિની અહંતા રાખ્યા વિના નિર્ભયપણે સત્ય ધ. મમાં પ્રવૃત્તિ કર ! જેનાથી નિર્દોષ શુદ્ધાનંદની ઝાંખીનો અનુભવ ન થાય અને મન ઉગમાં રહે એવી બાહ્ય ક્રિયાઓથી નિવૃત્ત થા. સત ક્રિયાઓ કરવામાં આનન્દરસનાં ઝરણું પ્રકટે છે. દુનિયામાં જમીને ત્યારે અનેક મનુષ્યોને સત્યધર્મને વારસો ભવિષ્યમાં આપવાનું છે અને તેમ તને લાગે છે માટે વીતરાગને સેવક બનીને હવે તે કાર્યમાં પ્રકૃત્તિ કર્યો કર ! હે શાસન દેવતા ! તમે સહાયકારી બનો, તમો સત્યના ઉપાસક છે, સત્યના ઈચ્છનારાઓને અને સત્ય ફેલાવનારાઓને તમે સહાય કરે છે, તેમાં તમારી ફરજ જ અદા કરી શકો છો. સત્યને બંધન નથી. સત્યનો નાશ થતો નથી, સત્યના પ્રદેશમાં સદા આનન્દ રહે છે, સત્યની સૃષ્ટિને પ્રકાશ અપવ છે. સત્ય તરફ ગમન કરી અસત્યથી પાછા ફર, સત્ય તારે આત્મા છે, સત્ય તારું સ્વરૂપ છે, સત્યને દેખ, સત્યની ભાવનાભાવ, સત્ય એવા વીરપ્રભુના ધર્મમાં સદાકાલ આસકત થા. સત્યની દષ્ટિમાં પક્ષપાત નથી. દુનિયા બોલ્યા કરે તો બોલવા દે પરંતુ ત્યારે તો સત્યધર્મ કાર્ય કરવું જોઈએ. કુવાને ચીંચુંડ ચેંચે કર્યા કરે ત્યાં સુધી જલ વહ્યા કરે છે તેમ દુનિયાના લોકો બેદા કરે ત્યાં સુધી કાર્ય કર્યા કર, કે જેથી ત્વારા કાર્યોમાં તું આગળ વધી શકે. સત્યધર્મની ઉપાસના કરતાં લાખો વા કરોડ દુઃખને સહન કર! આનંદરસથી રસીલે થઈને હાર અધિકાર પરત્વે ધર્મકાર્યો કર્યા કર. જગતના મનુષ્યોને ચેતાવ. હારા આમાથી અન્ય આત્માઓનું ચૈતન્ય પ્રકટશે. આત્માથી આત્માનું ચૈતન્ય જાગ્રત થાય છે.
સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદિ ૧૫ સેમવાર, તા. ર૮ મી
જુલાઈ ૧૯૧૨. અમદાવાદ.
હે ચેતન ! તું પિતાને શુદ્ધ સ્વરૂપનો ઉપયોગ ધારણ કર. સ્વશુદ્ધ પ્રકાશ વડે બજ્ઞાનની ભ્રાતિ દૂર કર. ધાને રણભૂમિમાં જેટલો ઉપગ રાખવો પડે છે તેના કરતાં ત્યારે પ્રત્યેક કાર્ય કરતાં છતાં પણ તેથી
For Private And Personal Use Only