________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૩૭e
શાન્તિ કરી શકે છે. કામી યુવક સુંદર શરીરને સ્પર્શ જેમ કામાવસ્થા પ્રકટાવવા સમર્થ થાય છે, તેમ શાંત બ્રહ્મચારી સાધુ મહાત્માઓનાં શરીરોનો સ્પર્શ ખરેખર વૈરાગ્ય, સંતોષ આદિ ગુણો પ્રકટાવવા સમર્થ થાય છે. જેની પાસે શુભ શકિત હોય છે, તેની પાસે રહેવાથી શુભ શક્તિને લાભ મળે છે. જે મનુષ્યોમાં દુર્ગુણોની શકિત વધી ગઈ હોય છે, એવા અસત્ મનુષ્યોના સહવાસથી અશુભ પુલની અને અસવિચારોની અસર ખરેખર સામાન્ય શકિતવાળા જેને થાય છે. સત પુરૂષોના સદ્ગણની અન્ય જીવો ઉપર સારી અસર થાય છે. જેનામાં ઉત્તમ જ્ઞાન, વૈરાગ્ય, શુદ્ધ પ્રેમ, ચારિત્ર આદિ સદ્ગુણો ખીલ્યા હોય છે, તેવા મુનિ મહતમાઓ અન્ય દુર્ગુણ છેવોને પણ પિતાના સહવાસને શુભ લાભ અર્પે છે. सत् संगतिः किं न करोति पुंसां, दुष्टजन संगति परिहरी, भजे सुगरु संतानरे, योग सामर्थ्य चित्त भावथी, धरे मुगति निदानरे,
ત્તિ વિના જ પુત્ર વીનંતિ . દુષ્ટજનોની સંગતિનો ત્યાગ કરીને સપુરૂષોની સંગતિ કરવી જોઈએ. દુષ્ટ મનુષ્યોની સંગતિ ન કરવી; પરંતુ દુષ્ટ મનુષ્યને સુજ્ઞોએ ધિક્કારની નજરથી ન જવા. તેમજ દુષ્ટ મનુષ્પો ઉપર શુદ્ધ પ્રેમથી મિત્રીભાવના ધારણ કરવી કે જેથી સત્યરૂષોની વા મુનિવરોની સંગતિ કરવાને તેઓ ગ્યતા પ્રાપ્ત કરી શકે. સત્તસાધુઓની મન, વાણી અને કાયાવડે સેવા કરવી અને તેમના ગુણો લેવા.
સંવત ૧૯૬૮ ના અષાઠ સુદિ ૧૪ રવિવાર તા. ૨૮
મી જુલાઇ. ૧૯૧ર અમદાવાદ. કોઈપણુ પણ આશા રાખ્યા વિના સ્વાશ્રયી બની હારાં કાર્યો કર્યા કર. ખરા રૂપમાં આવ્યા વિના અર્થાત આત્માને જુસ્સો પ્રગટાવ્યા વિના અને તેમજ ખંતથી કાર્યમાં મંડી રહ્યા વિના કાર્ય સિદ્ધિ થવાની નથી. હારાં કાર્યોમાં આનન્દવી પ્રાપ્તિ કર્યા કર ! આખી દુનિયા સામું ન દેખા પણ હારા સત્ય વિચાર પર ધ્યાન આપ. મહાત્માઓએ કરેલા સંગમ માર્ગમાં કાંસમાં જલ વહે છે તેની પેઠે પાછળથી મનુષ્ય વહ્યા કરે છે. લોકપ્રતિષ્ઠા અને યશની ઈચ્છા રાખ્યા વિના સત્યનું અવલંબન કર,
For Private And Personal Use Only