________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
પરભાવના સર્વ પડદાઓને ચીરીને તે પડદાઓના વચમાં રહેલા અનન્ત સુખનિધિભૂત આત્માને દેખે.
*
*
*
સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદિ ૧૨ ગુરૂવાર, તા. ૨૫ મી
જુલાઈ ૧૯૧૨. અમદાવાદ, દુનિયામાં સર્વત્ર સુલેહ વતે છે, ત્યારે મનુષ્યો શાન્તિને લાભ લઈ ધર્મતને અભ્યાસ કરીને સત્ય ધર્મની તરફ લક્ષ્ય દેવા ઇચછા કરે છે. શાતિના સમયમાં જૈનત અને જૈન સાત્વિક આચારોની પરીક્ષા કરવાને મનુષ્યને વખત મળે છે. જૈન શાસ્ત્રોમાં વર્ણવેલાં ધર્મ તત્ત્વોની કસોટી કરવા માટે કેટલાક વર્ષ પછી દુનિયાના વિદ્વાને પ્રવૃત્તિ કરશે. વેદાન્ત અને બોદ્ધ ધર્મની તરફ પાશ્ચાત્ય વિદ્વાનોની દષ્ટિ ગઈ છે. હવે જેને ધર્મનાં તો તરફ પાશ્ચાત્યની દષ્ટિ વળશે. સાત્વિક ગુણાભિમુખ પ્રવૃત્તિ કરાવનાર જૈનધર્મ હોવાથી રજોગુણી અને તમે ગુણી મનુષ્યોની રૂચિ એકદમ ન પ્રગટી શકે એ બનવા યોગ્ય છે. તથાપિ સત્ય એવા જૈન ધર્મને માન આપવાને માટે લોકોની રૂચિ વધશે. જૈન ધર્મ તરફ રૂચિ થાય એવા દુનિયામાં ઘણા મનુષ્ય છે; પણ તેઓની રૂચિને પ્રકટાવે એવા જનીઓએ સાધને તૈયાર કરવા જોઈએ. આર્યાવર્તમાં પણ દરેક જાતના મનુષ્ય જેના ધર્મને ઉપદેશ સાંભળે એવી વિશાલ વ્યવસ્થા થવી જોઈએ. દુનિયાના મનુષ્યોને જૈનશામાંથી ઘણું મળી શકે તેમ છે; પણ પ્રથમ તે જૈન ધર્મની ધરાને ધરનારા ચુસ્ત જેનેએ શ્રદ્ધાળુ સાક્ષર એવા જૈન ઉપદેશકોને તૈયાર કરવા જોઈએ. જેને વ્યાપારી છે, અને તેઓ ધારે તે લીવડે ઘણું કરી શકે. ધર્મની વૃદ્ધિ સર્વસ્વ અર્પણ કરનારા જ્ઞાતિ જેને ઘણા પ્રકટી નીકળે એવું જૈન વિદ્યાલય વા જેન ગુરૂકુલ સ્થાપવું જોઈએ. રાગદષ્ટિથી આમ વિચારતું નથી. કિન્તુ જૈન ધર્મની આરાધનાથી દુનિયાને ઉત્તમોત્તમ સુખ મળવાનું છે તે માટે આ પ્રમાણે વિચાર કરાય છે. અમારા અન્ય ધર્મો તરફ દેવ વા તિરસ્કાર નથી. અન્ય ધર્મમાં જે કંઈ સત્ય છે તેનું સ્વાદાદ દર્શનમાં ગ્રહણ હોવાથી અપેક્ષાએ સત્યને સત્ય માનવામાં આવે છે. અન્ય દર્શનીઓમાં પણ જે નીતિ આદિ માર્ગનુસાર
For Private And Personal Use Only