________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૬૬૮ ની સાલના વિચારે.
હ9૫
સંવત્ ૧૬૮ ના અષાડ સુદિ ૧૧ બુધવાર તા. ૨૪ મી.
જુલાઈ ૧૯૧૨. અમદાવાદ પરસ્પર એક બીજાની ઈર્ષ્યા કરીને આળ ચઢાવનારા મનુષ્યોની ધર્મ ક્રિયા છા૫ર લીંપણના સમાન છે. અન્યાયથી વિત્ત પેદા કરીને આજીવિકા ચલાવનારા મનુષ્યની શોભા પલાશ પુષ્પ જેવી છે. પિતાનું હદય વેચીને અન્યની હાજી હા કરીને અસત્યના માર્ગમાં જનાર મનુષ્યોની વાણી કરતાં ધુળની પણ કિંમત વિશેષ ગણી શકાય. ચાડી ચુગલી કરીને પેટ ભરનારા મનુષ્યો કરતાં વિકાથી ઉદર ભરનાર રાસભસારો. હજારો વા લાખ જીવોના પ્રાણુ ચુસીને પેટ ભરનાર મનુષ્યનું જીવન કદિ સુખમય થતું નથી અને તેઓ જીવતાં જ પોતાની ઘોર, પેટમાં બનાવે છે. જે મનુષ્ય પ્રભુના ભકત એવું નામ ધરાવીને જગતને છેતરે છે, અને અન્યાય કરી જીવે છે તેઓને ઉદ્ધાર થ દુર્લભ છે. જે મનુષ્યની મન, વાણી અને કાયામાં પરનું અશુભ કરવાને વ્યાપાર છે તે પ્રભુની પાસે માફી માગે તે કેવી રીતે છૂટી શકે ? જે મનુષ્ય પિતાના અસવિચારોને કોઈ પણ રીતે ફેલાવો કરે છે તે ખરેખર પ્લેગ રોગ સમાન અન્ય મનુષ્યોને દુ:ખદ જાણો. જે મનુષ્ય પોતાના આત્માને શુભ માર્ગમાં લાવવા પ્રયત્ન કરે છે તે સર્વ જીવે છે બચાવે છે, અને સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરે છે. જે મનુષ્ય શ્રી સદારૂના ચરણકમળમાં આલેટ નથી અર્થાત શ્રી સદ્દગુરૂનાં જેણે ચરણકમળ સેવ્યાં નથી અને ગુરૂની કૃપા જેણે મેળવી નથી, તે અન્યોને શિષ્ય કરવાને લાયક બનતો નથી, અને કદાપિ પિતે લાયક બન્યા વિના શિષ્ય કરે છે તો તેનું પરિણામ સારું આ વતું નથી. જે પુત્રના ગુણો ધારણ કરવાને સમર્થ થ નથી, તે પિતા બનવાને લાયક નથી, જે શિષ્યના ગુણો ધારણ કરવાને પણ સમર્થ થયે નથી, તે ગુરૂ બનવાને લાયક બન્યો નથી. જે સેવકના ગુણો ધારણ કરવાને પણ લાયક બન્યો નથી, તે રાજા-શેઠ બનવાને માટે લાયક નથી, પિતાના
અધિકાર પ્રમાણે જે ભળે. વા જે થાય વા જે ભોગવવું પડે તેમાં મનુષ્યોએ સંતેષ માનવો જોઈએ. કર્મથી જે સ્થિતિમાં આવવાનું થાય તે સ્થિતિ પ્રાપ્ત થતાં હવ વા શોક ન કરતાં આનન્દથી વર્તવું: સમુદ્રના ભરતીઓટ જેમ ક્ષણિક છે, તેમ મનુષ્યને જે જે પ્રાપ્ત થાય છે, તે ક્ષણિક હોવાથી ફોગટ શા માટે અજ્ઞાનથી બંધનમાં પડવું જોઈએ. એમ સદાકાળ ભાવના, ભાવથી રાગના પ્રસંગે વૈિરાગ્ય પ્રકટે એજ ઉત્તમ જ્ઞાનને વ્યાપાર છે;
For Private And Personal Use Only