________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
સંવત્ ૧૬૮ ની સાલના વિચારો.
તું નિર્ભય દશામાં રમણ કરે છે અને પિતાના સ્વભાવને આશ્રય લે છે તે ત્રણ લેકથી પણ તારે ભય પામવાનું પ્રજન કોઈ દેખાતું નથી.
હે આત્મન ! અન્ય કરતાં તેને બાહ્ય સંગે સારા મળ્યા હોય એટલે તારે તેથી અભિમાની ન બનવું જોઈએ. આખા બ્રહ્માંડ તરફ દષ્ટિ નાંખીને દેખ અને પછી તે વિચાર કે તારી પાસે જે છે તે શા હિસાબમાં છે. તારૂં શરીર બાહ્ય પદાર્થો કે જેથી તું મકલાય છે તે આખી દુનિયામાં કઈ તરફ આવેલા છે ? દુનિયામાં સવ વસ્તુઓ પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે. કઈ વસ્તુને તું સ્વામી છે કે તેના ઉપર હારે મમત્વ ધારણ કરવું જોઈએ, અને તેમજ પરજડ વસ્તુઓના અલાભથી તારે બેદ ધારણ કરવો જોઈએ. હે આત્મન ! હારે શામાટે પરવસ્તુઓના અલાભથી ખેદભાવે ધારણ કરવો જોઈએ?. હે આત્મન ! તું દીન નથી. તારામાં સત્ય સુખનો ભંડાર છે. તે તરફ દૃષ્ટિ દેઈ સર્વ પ્રકારની બાહ્ય વાસના એને ભૂલી જા. હે આત્મન ! તારામાં સત્તાએ કોઈ બાબતની ન્યૂનતા નથી. જેટલી મનની ચંચળતા છે તેટલું દુખ છે. હે આત્મન ! શા માટે ત્યારે પરવસ્તુમાં સુખ માનીને પરવસ્તુની લાલચમાંથી દીન બનવું જોઈએ. હે આત્મન ! તું સદાકાલ આનન્દમાં રહે. દુઃખના હેતુઓનું સ્મરણ કરીને નકામું દુઃખ ઉભું ન કર. જે તું પિતાને દુઃખી માની લઈશ તો ચારે બાજુએ જાણે દુઃખનાં વાદળાં ઝઝુમી રહ્યાં છે, એમ તને જણાશે. તું મનમાં એમ નિશ્ચય કર કે મને કોઈ દુઃખ દઈ શકે જ નહિ. એ જે દઢ વિચાર કરીશ તો કોઈપણ દુઃખ દેનાર તને જણાશે નહિ. બાહ્યની સર્વ ઉપાધિને ભય જતો રહેતા પિતાને આત્મા પિતાને આનન્દ રૂપ જણાશે. હે આત્મન ! તું નિર્ભય થઇને આનન્દમાં ગુતાન થઈ જ. આનન્દમાં સદાકાલ રમણુતા કરી શકે એવા આત્મભાવને ધારણ કરવામાં સદાકાલ તત્પરથા. આત્માને આનન્દુ ધર્મ તેજ તારે ખરે ધર્મ છે.
*
For Private And Personal Use Only