________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૭૩
ઉતરે છે અને તેથી શિષ્યમાં યોગ્ય સદ્દગુણે પ્રકટ થાય છે. ગુરૂને ઉપદેશ
ગ્ય શિષ્યના હૃદયમાં કરી શકે છે. અપાત્ર શિષ્યને શ્રી સદગુરૂને ઉપદેશ અસર કરી શકતો નથી. ગુરૂઓ પાસેથી એકદમ ચમત્કારો પ્રાપ્ત કરી શકાતા નથી, કદાપિ કાઈક ચમત્કાર પ્રાપ્ત કરી શકાય છે તે મેગ્યતા વિના તેને દુરુપયોગ કરી શકાય છે. અને તેથી અન્ય જીવોને હાનિ પહેચાડી શકાય છે. શિષ્યોએ વિયાદિ ગુણો વડે પાત્ર બનવું જોઈએ. જે તેઓમાં ગ્યતા પ્રકટશે તો ગુરૂએ પિતાની મેળે તેને આગળનો ભાગ બતાવશે. પુસ્તકો શિષ્યોને દિશા દેખાડી શકે છે પણ તેને અનુભવ તો ગુરૂઓજ શિષ્યોના હૃદયમાં ઉતારી શકે છે. ગુરૂઓ અપૂર્વ અનુભવ આપવાને માટે સદાકાલ તૈયાર હોય છે પણ શિષ્યોની યોગ્યતા થવામાં જે વાર થાય છે તે જ વાર સમજી લેવી. સમુદ્રના તળીયામાં થતી લીલાઓનો પાર પામી શકાય પણ ગુરૂના હદયના આશયો અને તેમની અપેક્ષામય વાણુને પાર પામી શકાય નહિ, સ્વ અને અન્યાત્માઓને ઉન્નતિક્રમમાં
જવા એજ ગુરૂઓનું મુખ્ય કર્તવ્ય છે. શ્રી સદગુરૂની આજ્ઞામાં રહેનારાએ આત્મશકિતને પ્રાપ્ત કરે છે. ૩ રાતિઃ રાતિઃ ૩
સંવત્ ૧૬૮ ના અષાડ સુદિ ૧૦ મંગળવાર તા. ર૩ મી
જુલાઇ ૧૯૧૨ અમદાવાદ. હે આત્મન ! તુ મનની કલ્પના વડે પિતાની મેળે શામાટે ભયનાં વાદળ ચારેતરફ ઉભા કરે છે ? ભયની કલ્પના કરવાથી ભય ઉત્પન્ન થાય છે. હે આભન ! તું અન્યજીવોને ભય રાખે છે પણ તે હને યોગ્ય નથી, કારણ કે તારા શુદ્ધ સ્વરૂપને અન્ય કોઈ હાનિ પહોંચાડવા સમર્થ નથી. કે આત્મ! તું પિતાના સ્વભાવે રમે છે તો અન્યોની ભિન્ન કલ્પના વડે તારું કંઇ બગડવાનું નથી. તેમજ તે આત્મન ! જે તું સ્વકીય શુહ સ્વભાવે રમણતા નથી કરતા તે અન્યની પ્રશંસા વડે તારું કંઇ હિત થવાનું નથી. હે આત્મન ! યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, શાતા વગેરેના લાભની હાનિના ભયથી તેને કદિ કોઈપણ કાળમાં ખરી શાનિત પ્રકટવાની નથી. હે આત્મન ! જે
For Private And Personal Use Only