________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ર
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
-
-
-
-
-
-
ત્યાગ કરવો એ ખરેખરો ત્યાગ છે. લાખો લોકવડે ત્યાગનું વર્ણન કરવામાં આવે પણ ત્યાગદશા પ્રાપ્ત ન કરવામાં આવે ત્યાં સુધી મનુષ્ય કેનેગ્રાફ જે છે. ઉદાસીન વા શેકાતુર મન કરી દેવું એ કંઈ ખરા વૈરાગ્યનું લક્ષણ નથી. પિતાની પાસે જે કંઈ હેય તે અન્યના ભલા માટે વાપરવામાં આવે છે ત્યારે વૈરાગ્ય કેટલો પ્રગટ થયો તે અવબોધી શકાય છે. અધ્યાત્મ જ્ઞાનથી ત્યાગ અને વૈરાગ્યથી સદગુણની પ્રાપ્તિ થઈ શકે છે. ગૃહસ્થ દશામાં વૈરાગ્ય અને ત્યાગ સગુણને ખીલવવા પ્રયત્ન કરો અને પિતાનામાં તે ગુણ લાવવા ખાસ લક્ષ આપવું. ત્યાગીઓની અને વૈરાગીઓની નિંદા ન કરો પણ ત્યાગ અને વૈરાગ્યને આચારમાં મૂકીને આદર્શવત બનો કે જેથી દુનિયાને સ્વર્ગ સમાન કરી શકાય. અર્થાત ઉત્તમ કરી શકાય.
સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદ ૯ સેમવાર તા. રર મી
જુલાઇ ૧૯૧૨ અમદાવાદ. પિતાના આત્માની શક્તિ ખીલવવાને માટે ગુરૂદેવની આજ્ઞા પ્રમાણે વર્તવું. અન્ય લોકોના કાર્યમાં ટીકા કરવાની ટેવને ત્યજીને ગુરૂદેવના અભિપાયાનુસાર પિતાનું સદવર્તન કરવું. ગુરૂના આશયે શિષ્યોથી ન સમજાય એવું બને છે. ગુરૂના આશય સારા છે એમ વિશ્વાસ રાખીને શિષ્યોએ પિતાના અધિકાર પ્રમાણે જે જે શુભ કાર્યો કરવાનાં હોય તે કરવાં. શિષ્યો ગમે તેટલા બુદ્ધિમાન હોય તે પણ ગુરૂની આ પ્રમાણે તેમણે વર્તવું જોઈએ. શિષ્યએ દરરોજ સમતાભાવ સામાયક ગુણ પ્રાપ્ત કરવા વિશેષ વિશેષ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યોએ ગુરૂની કૃપા ઈચ્છવી અને સર્વ પ્રકારની વાસનાઓને ત્યાગ કરીને ગુરૂને પિતાને આત્મા પ. આમ કરવાથી શ્રી સચ્ચરના શુદ્ધ વિચારેને પ્રકાશ ખરેખર શિષ્યના હૃદયમાં ઉતરશે. પુસ્તક વાંચવાથી ગુરૂની ખોટ પુરાતી નથી. દીપકથી દી થાય છે પણ દીપક એવા અક્ષરથી અન્ય દવે પ્રગટાવી શકાતું નથી. તત ગુરૂના ચૈતન્યથી શિખ્યામાં રહેલું ચૈતન્ય જાગ્રત થાય છે. ગુરૂનું હૃદય પિતાનામાં ઉતરે એ ભકિતભાવ ધારણ કરવા શિષ્યોએ પ્રયત્ન કરવો જોઈએ. શ્રી સદગુરૂને પિતાનું દીલ આપ્યાથી શિષ્યના ઉપર ગુરૂની કૃપા
For Private And Personal Use Only