________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે
૩૭૭
ગુણ છે તે છે અને પ્રશંસક છીએ, ધર્મના નામે અપકૃત્ય પાપ કરવાનું નથી એમ જૈનધર્મ ઉપદેશ દે છે. અન્ય દર્શનીઓને પણ હરત કરવાનું ખરેખર જૈન દર્શન જણાવતું નથી.
સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદ ૧૩ શુક્રવાર તા. ૨૬
| મી જુલાઈ ૧૯૨. અમદાવાદ. જેનાથી ઈર્ષ્યા કર્યા વિના આગળ વધાય તેવી શુભકાર્યમાં ધી કરવી એવી સ્પર્ધા કથંચિત ઉપયોગી છે. ગમે તે રીતે અન્યનું અશુભ કરીને પિતાની મહત્તા વધે એવા રૂપમાં સ્પર્ધાને ઉપયોગ કરે તે ખરેખર અનાર્ય રાક્ષસ કાર્ય ગણાય.
મધ્યસ્થ નીમીને મધ્યસ્થ દૃષ્ટિથી સત્ય તત્ત્વના નિર્ણય માટે પરસ્પર દલીલો પૂર્વક વાદ કરવાથી તત્વની પ્રાપ્ત થાય છે. રાગ અને દેવથી જે વાદ કરવામાં આવે છે તેમાં કુયુક્તિ, હઠ અને અને કલેજ પરિણામરૂપ ફલ દેખાય છે. મારું તે સત્ય આવી બુદ્ધિથી કરાતાવાદમાં પક્ષપાત હોય છે. પણું સત્ય તે મારું આવી બુદ્ધિ રાખીને જે વાત કરવામાં આવે છે, તેમાંથી સત્ય ગ્રહી શકાય છે. જેનું વચન યુક્તિવાળું હોય તે ગ્રહણ કરવું આવી જેની બુદ્ધિ હોય છે, તે મનુષ્યો સત્યની પ્રાપ્તિ કરી શકે છે. મમત્વ ભાવરહિત, યુક્તિસહિત, અભિમાનરહિત, ન્યાય સહિત સભ્યતાસહિત અને શુદ્ધપ્રેમસહિત વાદમાં વાદીઓને એક બીજામાંથી સત્ય લેવાનો પ્રસંગ મળે છે. દરેક ધર્મને વક્તાઓમાં, લેખકોમાં અને વાયકોના હૃદયમાં જે સત્ય ગ્રાહિણી બુદ્ધિ જાગ્રત થાય તે ખરેખર પ્રાચીન આધુનિક ધર્મનાં પુસ્તકોમાંથી ઘણું ગ્રહણ કરી શકે. શ્રી વિરપ્રભુની વાણું જેના હૃદયમાં હી છે તે એક ન્યાયાધીશ બને છે, અને તે સર્વ પુસ્તકને અપેક્ષાબુદ્ધિરૂપ તાજવામાં તેલીને તેની કિંમત આંકી શકે છે. જેમ જેમ રાગદ્વેષની પરિણંતિ મંદ પડતી જાય છે, અને મનમાં વિવેક જાગે છે; તેમ તેમ મતમતાંતર સંબંધી જે હઠ કદાગ્રહ બંધાઈ ગયા હોય છે, તે ટળે છે. માટીની પાળથી કયારાઓની જુદી જુદી મર્યાદા હોય છે, પણ જલને પ્રવાહ અત્યંત વધતાં અર્થાત્ રેલ આવતાં માટીની પાળથી કરેલી, મર્યાદા રહેતી નથી તેમ એકાંત
48
For Private And Personal Use Only