________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત ૧૯૬૮ ના અષાડ સુ૯િ ૫ શુક્રવાર તા. ૧૯ મી.
જુલાઈ ૧૯૧૨, અમદાવાદજૈનેતર દર્શનીઓને કદિ ધિક્કારવા નહિ કિન્તુ તેના ઉપર માતદૃષ્ટિ ધારણ કરીને તેઓની સમ્યગ દષ્ટિ થાય તેવા ઉપાયો યોજવા જોઈએ. કીડી, કંયુઆ અને જલના ઉપર પર દયા કરનારા એવા જૈનેએ અન્યધમિનુષ્યો પર ભત્રીભાવના ધારણ કરવી જોઈએ. તેઓને સમ્યગ ધર્મ માર્ગ તરફ વાળવા અને તે માટે તેના ઉપર જે જે ઉપકારો કરવા એ ખરેખરી ધર્મસેવા છે. જેનેતરદર્શનીઓમાં કેટલાક માર્ગોનુસારી આત્માઓ હોય છે. હલકા પ્રાણીઓની પણ દયા કરનારા અને તેઓના માટે પાંજરાપોળ વગેરે કરનારા જેને અહે અન્યધર્મી એવા મનુષ્યોના ભલા માટે શું ન કરી શકે ? અથત સર્વ પ્રકારે તેઓનું ભલું કરી શકે. સર્વધર્મી એવા જૈનેની ભક્તિ માટે ખરેખરા જેને પોતાના પ્રાણ પાથરે છે, અને તેઓની ભક્તિ કરે છે. અન્યદર્શનીઓમાં પણ રહેલા એવા ભાગનુસારી ગુણો પ્રશંસવા યોગ્ય છે. અન્યદર્શનીયાને જૈનધર્મની પ્રાપ્તિ થાય તે માટે શુહપ્રેમથી તેના ઉપર ઉપકાર કરવો જોઈએ, અને અન્યદર્શનીઓને શ્રી મહાવીર કથિત ધર્મ ઉપર રૂચિ થાય એવા ઉપાય જવા જોઈએ. આખી દુનિયામાં શ્રી વીરભુને ઉપદેશ ફેલાવીને આપણે શ્રીવીરપ્રભુના આજ્ઞાધારક બની શકશું. જૈનધર્મને ફેલાવો કરવા માટે આપણામાં અને આપણું ભવિષ્યની સંતતિમાં ઘણું ગુણ ઉત્પન્ન થાય તેવા આજથી સદુપાયે હાથમાં ધરવા જોઈએ, જગતનો દયાથી ઉધાર થઇ શકશે. જેનેએ આ માટે મહાસંધની યોજના કરવી જોઈએ અને સદગુણોથી ઉપદેશક બનેલા મહાત્માઓને સહાય આપીને આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ. જૈનધર્મમાં જે સત્ય રહેલું છે, તેને પ્રકાશ થવાનો હવે સમય દેખાય છે. વેદાંત અને હૈદ્ધધર્મ તરફ લોકેની દષ્ટિ ગઈ છે, અને પછીથી જૈનધર્મ તરફ તે લોકોની દષ્ટિ પડશે અને માનસારી જીવોનું ધ્યાન થી જૈનધર્મના તત્ત્વોના અભ્યાસ તરફ ખેંચાશે. સર્વ દર્શનમાંથી નયોની અપેક્ષાએ સત્ય શોધનાર એવા જૈનધર્મને ઉદાર વિચારકો પસંદ કરશે અને સ્વાદાદ દર્શનની ખૂબીઓને પાશ્ચાત્યો પણ સ્વીકારશે; અને શ્રદ્ધા કરશે. પશ્ચાત્ જૈનધર્મના આચારોથી વ્યવહાર જૈન બનશે
For Private And Personal Use Only