________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
દેખીને સુત મનુષ્યોએ જૈન ધર્મના આચાર સંબંધી ઉતાવલથી હલકો મત ન બાંધી લેવો જોઈએ. ઇશુની દયા અને ક્ષમાના કરતાં શ્રી મહાવીર પ્રભુની દયા ક્ષમા ખરેખર અલાડિક હતી. શ્રી વીર પ્રભુ સર્વજ્ઞ હતા અને ઇશુ તો સર્વજ્ઞ નહોતા. ઈશુને જીવાદિ તત્તવોનું સમ્યગ જ્ઞાન નહોતું. ઈશુની એકદેશીય દયા હતી અને શ્રી વીરભુની તે અલૈકિક સાથે સર્વ દેશીય દયા હતી. ઈશુના કરતાં શ્રી વીરપ્રભુએ વિશેષ પરિષહે સહ્યા હતા. શ્રી વીરભુ આયે દેશમાં જન્મ્યા હતા, અને રાજાના પુત્ર હતા. તેઓ ચારિત્ર પાળીને કેવલ જ્ઞાની થયા હતા, ઈશુમાં તેમાંનું કંઈ નહોતું. માટે ઈશુએ પ્રકાશે ધર્મ અસમ્યફ, અપરિપૂર્ણ અને સામાન્ય મિથ્યાત્વ મુક્ત હતો. ફક્ત તેના ભકતએ તેનો ધર્મ અનેક ઉપાયથી ફેલાવ્યો પણ જ્ઞાન માર્ગમાં આગળ પડતા તત્ત્વજ્ઞાનીઓ અને તે ધર્મને માનશે નહિ. નીતિનાં વા તેણે કથ્થાં છે એવાં નીતિનાં વાકયોને હિંદુસ્તાનના સામાન્ય સંન્યાસીઓ પણ કહી શકે છે. તે દેશના લોકોને તેણે નીતિ આદિ માર્ગે વાળવા પ્રયત્ન કર્યો હતો. તે વખતના તે લોકોમાં તે દેશના ધર્મની અપેક્ષાએ તે સુધારક ગણી શકાય. પણ તેથી તેને પ્રરૂપેલ ધર્મ સર્વથા મિથ્યાત્વ રાહત નથી એમ અવબોધવું.
ગૌતમબુદ્ધના ચારિત્ર અને તેને ઉપદેશ પ્રમાણે હાલના બધ ધર્મીઓ વર્તતા નથી. દારૂ અને માંસનું તેઓ ભક્ષણ કરે છે. બદ્ધને કેવલ જ્ઞાન થયું હતું. શ્રી મહાવીર પ્રભુના સમકાલીન ગૌતમબુદ્ધ હતા. શ્રી મહાવીર ભ યા અને તેમના શુદ્ધ પ્રેમ કથા આચારને ગાતમબુદ્ધ પહોંચી શકે નહિ. શ્રી મહાવીર પ્રભુએ જે સત્યના ઉપદેશ આપ્યો છે, તેને પરિપૂર્ણ અભ્યાસ કરવાથી ગૌતમબુદ્ધમાં તેવી સર્વજ્ઞ દશા નહોતી એમ અનુ. ભવીને સમજાશે. શ્રી મહાવીર પ્રભુના ચારિત્રનું તથા તેમના સિદ્ધાંતોને ઉંડો અભ્યાસ કરવામાં આવે તો શ્રી મહાવીર સર્વજ્ઞ હતા એમ ભવ્ય મનુષ્યોને જણાશે. અન્ય દર્શન સાથે જૈનધર્મના સિદ્ધાંતને મુકાબલો કરવામાં આવશે તો જેન સિદ્ધાંતોની સત્યતા ઉપર પૂર્ણ શ્રદ્ધા થશે. ગુરૂગમપૂર્વક જૈનસિદ્ધાંતોને અભ્યાસ કરીને તેઓને દુનિયાને ભલા ખાતર પ્રકાશમાં લાવવા જોઈએ. થીઓસોફીસ્ટ. ખ્રિસ્તી અને આય સમાજની ધર્મ ફેલાવાની યુકિતઓને ધ્યાનમાં લઈ જૈન વિદ્વાનોએ દુનિયાના કલ્યાણ માટે જેનાગોને ફેલાવો કરવો જોઈએ. ખરૂં પૂછે તે જૈનાગમોના જ્ઞાતાઓનાજ મગજમાં ધર્મ ફેલાવાની સર્વ યુક્તિયો ફુરે છે.
For Private And Personal Use Only