________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
તેમનો ઉદય થવાને નથી. ઉપર્યુક્ત સદ્ગુણેને તેઓ પ્રાપ્ત કરશે ત્યારે લાયક બનશે, અને તેથી તેઓની ઉન્નતિ થશે. કુસંપ, સ્વાર્થ, લાભ, અનીતિ આદિ દુર્ગણેથી હિંદુસ્તાનની પાયમાલી થઈ છે, માટે બ્રિટિશ રાજ્યની શાંત છાયા તળે રહીને તેઓએ સદ્ગુણો મેળવવા અનેક પ્રકારને ઉદ્યમ કરવો જોઈએ. પિતાના ઉપર કેળવણી આદિથી ઉપકાર કરનાર ઈંગ્લંડ દેશના મનુષ્યો ઉપર ઉપકાર બુદ્ધિ ધારણ કરીને કૃતજ્ઞતા ગુણવડે આગળ વધવું જોઈએ. આર્યાવર્ત ગુષ્ટિ ધારણ કરીને ગુણે લેવા જેઇએ. શ્રી મહાવીર પ્રભુએ જ્ઞાનદર્શન અને ચારિત્રવડે આત્માની ખરી ઉન્નતિ દર્શાવી છે. ધર્મની શ્રદ્ધા ધારણ કરીને ગુણવડે આપણે પિતાને ઉદય કરી શકીશું. ધર્મથી ખરૂં સુખ પ્રાપ્ત થઈ શકે છે.
સંવત્ ૧૯૬૮ ના અષાડ સુદ ૨ મંગળવાર તા. ૧૬ મી
જુલાઈ ૧૯૧૨અમદાવાદ.
જૈનેએ પરસ્પર એક બીજા ફીરકાની સાથે કલેશ કરીને ઘણું ખોયું. છે. હાલતે ઉન્નતિના શિખર પરથી પડીને તળેટીએ રડવડતા આવી પહોંચ્યા જેવી દશા દેખાય છે. કેટલાક સાધુઓએ ગઝોના નામે જૈન કોમના નાના વિભાગે બનાયા અને પરસ્પર અથડાઇને જેનોની અવનતિમાં કેટલેક અંશે અમુક સંજોગોમાં કારણભૂત થયા છે. જેની વસતી દિન પ્રતિદિન ઘટતી જાય છે. આ તરફ ગૃહસ્થ જૈનોનું ધ્યાન દેખાતું નથી. કેટલાક નિરક્ષર ગૃહસ્થ જૈને ગાડી વાડ લાડીની મોજમજામાં જીવન વ્યતીત કરે છે. કેટલાકને જૈનધર્મને જુસ્સો છે પરંતુ તે એવા સંયોગોમાં છે કે તેઓ અવાજ બહાર આવી શકતો નથી. કેટલાક કેળવાયેલા જૈન માં ઉચ્ચ ચારિત્રની ખામી દેખવામાં આવે છે. તદ્દન જૂના વિચારવાળાઓ જમાનાને અનુસરી પ્રગતિ કરનારા જેનેને નાસ્તિક માને છે. ભિન્ન ભિન્ન ગચ્છના સાધુઓમાં પરસ્પર સંપીને પ્રગતિ માર્ગમાં વહેવાની હજી શકિત આવી નથી. સંઘનું બંધારણ જમાનાને અનુસરી હજી સુધારવામાં આવ્યું નથી. સ્વામીના સગપણ સમો અવર ન સગપણ કોય, એ વાક્યને ઉપયોગ બરાબર કરવામાં આવતો નથી. જૈનધર્મના આચાર્યોમાં પરસ્પર
For Private And Personal Use Only