________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
- -
-
-
-
થવાથી સર્વ ધર્મ નિધિરૂપ જૈનધર્મની બલીહારી જાઉં છું. હાલમાં એવા ઉત્તમ જૈનધર્મના સાપેક્ષ બોધને ફેલાવો થાઓ.
સંવત ૧૯૬૮ ના અષાડ શુદિ ૧ સોમવાર તા. ૧૫
જુલાઇ ૧૯૧૨. અમદાવાદ. પૂર્વે હિંદુસ્તાનના લોકે ઉત્તમ હતા, અને હિંદુસ્તાન સુવર્ણ ભૂમિ દેશ ગણાતો હતો. તેનું કારણ એ છે કે તે વખતના લોકો પરમાથ, શુદ્ધપ્રેમી, પરોપકારી આદિ અનેક ગુણના ભંડાર હતા. હાલ આર્યાવર્તની પડતી દેખાય છે તેનું કારણ એ છે કે હિંદુસ્તાનના લોકોમાં દુર્ગુણોને વાસ થયો છે. દુર્ગણોને દેશવટો ન આપવામાં આવે ત્યાં સુધી આયોવતને ઉદય થઈ શકે નહિ. હિંદુસ્તાનને લોકોમાં અજ્ઞાન, વહેમ, કુસંપ, ઇર્ષ્યા, વિશ્વાસઘાત, અસત્ય, દારૂમાંસ ભોગ, વ્યભિચાર, બાળલગ્ન, સ્વાર્થ, સ્વાર્થી, પ્રેમી, ભેદભાવ, સંકુચિત દષ્ટિ, કૃતઘ, આલસ્ય, તૃષ્ણા, અહંકાર, લોભ, નિરર્થક કલેશ અને ફાટપુટ વગેરે ગુણોનું જોર વધી જવાથી હાલ ૫ડતી દેખવામાં આવે છે ! નીચ ગરીબોને અને સ્ત્રીઓને જ્યાં સુધી ધિક્કારવામાં આવશે, અને મિથ્યાભિમાન રાખીને જ્યાં સુધી અન્ય દેશના મનુષ્યોના સદ્દગુણ ન લેવાશે ત્યાં સુધી આર્યાવતી પાછું અસલાની સ્થિતિએ આવી જાય એમ બનવું અશક્ય છે. આર્યાવર્તના લોકો પોતાના આત્માના સમાન અન્ય આત્માને માનશે, અને અન્ય દેશના મનુષ્યો ઉપર પણ ઉપકાર કરવા લાયક બનશે, ત્યારે તેઓનો વ્યાવહારિકેદય થશે. આર્યાવર્તના લોકોને અન્ય દેશો પાસેથી ઘણું શિખવાનું છે, અને અન્ય દેશીય મનુષ્યને અધ્યાત્મ વિઘા જાવવાની છે. ઇંગ્લીશ સરકારના શાન્ત રાજ્ય તળે રહીને ઘણું અનુભવો લેવાના છે, અને તે માટે જ તેમનું પાતંત્ર્ય ભોગવીને આગળ વધવાનું છે. હિંદુસ્તાના લોકોમાં અનેક પ્રકારની વિદ્યા, પ્રેમ, સંપ, પરોપકાર, જગત સેવા, સમાનતા, ધર્મભેદસહિ
ષ્ણુતા, વિશાળદષ્ટ, નીતિ, પ્રમાણિકતા, દયા, સત્ય, પરમાર્થ બુદ્ધિ, રાજ્ય ચલાવવાની શક્તિ, સ્વાર્થ ત્યાગ, ઉધમ, ઐકય, બ્રહ્મચર્ય, સત્યગ્રહણ, સત્યબેલવું, ઈર્ષ્યાત્યાગ, સંતોષ, ગુણાનુરાગ વગેરે સ ગુણો ન આવે ત્યાં સુધી
For Private And Personal Use Only