________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૬૮ ના અધિક અષાડ વદિ ૦)) રવિવાર
તા. ૧૪ મી જુલાઈ ૧૯૧ર, અમદાવાદ ' ધર્મના સિદ્ધાંતોને સમજાવ ! પણ કોઈની જાત ઉપર ટીકા કરે નહિ. પિતાની માન્યતા દલીલોથી સિદ્ધ કર ! કિંતુ કોઈની માન્યતાની અદેખાઈ ન કર. કોઈને પોતાના તરફ આકર્ષવો હોય તો શુદ્ધપ્રેમ રાખ ! નકામે કલેશ થાય એવી બાબતેમાં ધ્યાન ન આપ. તારા હૃદયમાં શુદ્ધ પ્રેમ પ્રકટશે, તે સર્વ જીવોના ઉપર પ્રેમ થવાને અને તેથી સર્વ જીવોની દયા પાળવાને માટે તું પ્રયત્ન કરી શકીશ. આખી દુનિયા પર પ્રેમ પ્રકટયા બાદ જગત સેવા કરવાની રૂચિ થાય છે. ધર્મનો ફેલાવો કરવાની ઉત્તમોત્તમ કુંચી શુદ્ધપ્રેમ, સેવાભકિત અને પરોપકાર છે. જે પિતાના ધર્મથી ભિન્ન હોય તેઓને સત્ય ધર્મમાં લાવવાને માટે પરોપકાર, શુદ્ધપ્રેમ, સેવા વગેરે ગુણેજ ખરા ઉપાય તરીકે છે. શા માટે અમુક મનુષ્યજ મારો ધર્મ છે એમ સામાન્ય બુદ્ધિથી માની બેસે છે ? જેનામાં વીતરાગ ભગવંતે કથેલા ગુણે આવે તે સર્વે પોતાના ધર્મ બંધુઓ છે એમ માન. પ્રથમ તે અન્યોને સવિચારોથી ધમ બનાવ. તેમાં પણ અનેકાંત માર્ગને ઉપગ રાખીને ભૂલ ન થાય તેમ પ્રવૃત્તિ કર. જમાનાને ઓળખીને ધર્મવૃદ્ધિમાં પ્રવૃતિ કર. વાસ્તવિક ધર્મોપદેશ સાર તે એ છે કે દરેક મનુષ્યને પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવવું, અને તેઓને આત્મધર્મ ખીલવવા ઉત્સાહી કરવા.
સ્યાદ્વાદ શૈલીએ મનુષ્યને આત્મતત્ત્વજ્ઞાન કરાવવામાં આવે તો તેઓ પિતાની મેળે આખો ઉઘડ્યા બાદ સક્રિયારૂપ પ્રવૃત્તિ કરશે. આંખે ઉઘડયા વિના મનુષ્યોને દેરી દોરીને કયાં સુધી લઈ જવાશે ? આંખો ઉઘડયા વિના અંધ શ્રદ્ધાવાળા ભકતોને બનાવવાથી તે ભકતમાં-ધર્મીઓમાં વસ્તુતઃ જે ગુણો ઉત્પન્ન થવા જોઈએ તે થઈ શકતા નથી. માટે મનુષ્યોની આંખો ઉઘાડીને તેઓને ધમ બનાવવા જોઈએ. અંશે અંશે વિચારથી ધર્મભેદ રહે તો તે ધમભેદથી જ્ઞાની મનુષ્યો પરસ્પર કલેશ કરતા નથી. જ્ઞાનથી વિશાલ દષ્ટિ પ્રાપ્ત થાય છે, માટે મનુષ્યોને જ્ઞાનરૂ૫ ચક્ષુનું પ્રથમ દાન આપવું જોઈએ. એકજ તરફનું જ્ઞાન પામેલા મનુષ્યો આંધળી ચાકરૂંડની પેઠે ગમન કરે છે. ઉત્તમજ્ઞાન દષ્ટિ ખીલવવાથી દરેક મનુષ્યોના વિચારોમાં જે જે અંશે સત્ય રહ્યું હોય તે અવબોધાય છે અને તેથી દુનિયામાં ધર્મ નિત પથરાવવા માટે દેવની પેઠે કાર્ય કરી શકાય છે. શ્રીમદ્ મહાવાર પ્રભુએ કથેલા અનેકાત ધર્મમાં સર્વ ધર્મોને અંશે અંશે સમાવેશ
For Private And Personal Use Only