________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૩૫૯
ઉપાયોથી રાગદ્વેષ ટળે તે તે ઉપાયો ધમરૂપ કહેવાય છે, વિવેકથી સત્યનો નિશ્ચય કરવો એ ધર્મ છે. મનુષ્યોને સદગુણોની કેળવણી આપવી એ ધર્મ છે. કાયિક અને માનસિક દુઃખોનો નાશ થાય એવા સદુપાયે જવા તે ધર્મ છે. દીન, અનાથ, રોગી, અપ ગ વગેરે દુ:ખી મનુષ્યોને તથા પશુ પંખી જલચરાદિ દેવોની દવા કરવામાં તન મન ધનથી ઉદ્યમ કરવો એ મહાન ધર્મ છે. પ્રથમ તે નીતિ પાળવાથી મનુષ્ય પોતે મનુષ્ય તરીકે ગણાય છે. નાતિ વિના ગમે તે ધર્મના પન્યમાં રહેલો મનુષ્ય તે હજી મનુષ્ય તરીકે ગણાવાને લાયક બની શકે નહિ. પ્રતિજ્ઞા પાળવી. મેટાઓના વિનય કરે. ગુરૂની ભક્તિ કરવી. ઉપકારીના ઉપકારને કદિ ભૂલવો નહિ. અર્થાત ઉપકારીનું ભલું કરવું. ગમે તેવા શત્રુના પણ છતા ગુણોની પ્રશંસા કરવી. કોઈપણ આત્માના ઉપર વેર ન રાખવું. દૂષને બદલો શુદ્ધ પ્રેમથી વાળવો ઇત્યાદિ ગુણે તે ધર્મ છે. આખી દુનિયાને માટે ઉપર્યુંકત ગુણોરૂપ ધર્મ ખુલ્લો છે. મનુષ્ય ગમે ત્યારે આ ધમ સેવી શકે છે. આવા સદ્ગુણોથી મુક્તિ મળે છે.
સંવત્ ૧૬૮ ના અ૦ અષાડ વદિ ૧૧ બુધવાર
તા. ૧૦ જુલાઈ ૧૯૧૨, અમદાવાદ, આત્માના સદગુણોને પ્રકાશ કર્યાવિના કદિ કોઈને પણ ઉદય થવાનો નથી. જ્યારે ત્યારે આત્માના સગુણોજ પિતાનો ઉદય કરે છે. જે જે અંશે આત્મશકિતને પ્રકાશ થયે હોય છે, તે તે અંશે સ્વ અને અન્યનું ભલું કરી શકાય છે. રજોગુણ અને તમોગુણને ઉદય કદિ સ્થિર રહેતું નથી. રજોગુણ અને તમે ગુણી બુદ્ધિથી પણ જે ઉદય થાય છે તે સદાકાલ સ્થિર રહેતો નથી. અને તેનું અને પરિણામ સારું આવતું નથી. કોઈ પણ દેશ છે જાતિ વસ્તુતઃ જતાં રોગુણ અને તમોગુણની બુદ્ધિવડે દીર્ધકાલિક વ્યાવહારિક વા ધાકિ અભ્યદય કરી શકે નહિ. અજ્ઞાનાવસ્થામાંથી રજોગુણ અને તમોગુણની બુદ્ધિ વડે ઉદય થાય છે. એ નિશ્ચય થાય છે. પણ જ્યારે હૃદયમાં સત્વગુણી બુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે સત્વગુણની બુદ્ધિવડે વ્યાવહારિક તથા ધાર્મિક અભ્યદય થવાને છે
For Private And Personal Use Only