________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
તરફ વળે છે તે માર્ગે તે તે અંશે અને તે તે ઉપાવડે આત્મભાગ આપીને ઉધમ કરવો જોઈએ.
સંવત ૧૯૬૮ ના અ. અષાડ વદિ ૨ સેમવાર તા. ૧ લી
જલાઇ ૧૯૧૨. અમદાવાદકેટલાક મનુષ્ય અન્ય નિર્દોષી મનુષ્યો ઉપર દેશના આરોપ ચઢાવીને તેઓને દેવી બનવામાં નિમિત્ત કારણ રૂપ બને છે. કોઈ પણ મનુષ્ય સંબંધી ખરાબ અફવા ફેલાવનારાઓ ખરેખરા ભાવથી જોતાં ચંડાળનું કૃત્ય કરે છે. બાહની દયા પાળનારા કેટલાક મનુષ્ય આપણાથી અજ્ઞામનુષ્પો ઉપર આળ ચઢાવીને તે તે દાને તે તે મનુષ્યોમાં પ્રકટાવવાથી વસ્તુતઃ હિંસક બને છે, અને પરભવમાં કર્મથી તેઓ દુઃખ પામે છે. જે જાતનું અન્ય મનુષ્યો પર આળ ચઢાવવામાં આવે છે, તેનું ફળ પશુ પરભવમાં તેવા પ્રકારનું ભેગવવું પડે છે. પૂર્વભવમાં અન્ય મનુષ્ય પર જે જે અછતા દોષોના આરોપ ચઢાવ્યા હોય તેનું ફળ આ ભવમાં કોઈ પણ જીવને પ્રાપ્ત થયું હોય તો તેણે તે ફળ સમભાવથી ભેગવી લેવું અને આ ભવમાં અન્યોના ઉપર દોષારોપે કદિ ચઢાવવા નહિ, એ દઢ સંકલ્પ કરે. કેઈના ઉપર અછતા દોષોના આરોપ ચઢાવનારા મનુષ્યો, અન્તર્ થકી દયાળુ હેતા નથી. જે આત્માઓમાં એમની ઘણી શક્તિ ખીલી હોય છે, તેના સંબંધી ખરાબ અફવાઓ ફેલાવવામાં આવે છે તો પણ તે ખરાબ અફવાઓની અસર તેઓને થતી નથી. કારણ કે તેઓ ખરાબ અફવાઓને હૃદયમાં રહેવા માટે સ્થાન આપતા નથી અને તેમજ તેઓ સદાવિચારથી ખરાબ અફવાઓને દૂર ખસેડે છે અથવા જીતી લે છે. કોઈ મનુષ્ય વ્યભિચાર વા ચોરી કરી નથી અને અન્ય હજારે મનો તરફથી તેને વ્યભિચારી અને ચાર કહેવામાં આવે છે, વા તેવા પ્રકારના તેના તરફ વિચાર કરવામાં આવે છે તો તેની અસર પેલા મનુષ્ય ઉપર પ્રાયઃ થોડી ઘણી થાય છે, અને તેથી પિલા મનુષ્યનું મન તે તે દોષથી યુક્ત બને છે. તથા પશ્ચાત તે દેશની અસર તેના શરીર પર પણ થએલી દેખવામાં આવે છે. કોઈ મનુષ્યને વારંવાર તે તે દેષ સંતાથી બોલાવવામાં આવે છે,
For Private And Personal Use Only