________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૩૪૮
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ વદિ ૧ રવિવાર તા. ૩૦ મી
જુન ૧૯૧ર. અમદાવાદ વિચારભેદે અન્ય મનુષ્ય ઉપર ગુસ્સે ન થતાં અન્યાના વિચારોનું સમાધાન કરવા પ્રયત્ન કરવો જોઈએ. મિથ્યાત્વ વિચાર કરનારા ઉપર દેષ ન કરતાં મિથ્યાત્વિોના મિથ્યા વિચારોને ફેરવવા માટે પ્રયત્ન કરો જોઈએ. મિથ્યાત્વી જીવોના ઉપર ટૅપ કરવાથી વા તેઓને ધિક્કારવાથી તેઓનું શ્રેય થતું નથી. તેમજ પોતાના આત્માની પણ ઉન્નતિ થઈ શકતી નથી. મિથ્યાત્વી મનુષ્યોના મિથ્યાત્વ વિચારોને સમ્યકત્વ વિચારોથી જીતી લેવા જોઈએ. સમ્યકત્વવિચારોને ફેલાવ્યા વિના મિથ્યાવિચારો ટળી શકતા નથી. આપણે જ્યારે ત્યારે પણ મિથ્યાત્વ વિચારને સમ્યકત્વ વિચા રોથી હઠાવી શકીશું. સમ્યકત્વને ઉપદેશ અને સમ્યકત્વવિચારોનાં પુસ્તકોને ફેલાવો કર્યા વિના કદિમિથ્યાત્વ વિચારોનું જોર ટળતું નથી. બાઇબલ આઠમેં ભાષામાં છપાયું છે. તેને ફેલાવો આખી દુનિયામાં થઈ ગયો છે. વેદાન્તીએની ભગવદગીતાને આખી દુનિયામાં પ્રાયઃ ફેલાવો થવા લાગ્યો છે. જૈનધર્મનાં પુસ્તકને આખી દુનિયામાં ફેલાવો કર્યા વિના સામ્યકત્વ વિચારોને પ્રચાર થઈ શકવાને નથી. મનુષ્ય પરમાત્માનો ધર્મ ફેલાવીને પરમાત્માના પગલે ચાલી શકે છે. શ્રી જિનેશ્વર પરમાત્માને ઉપદેશ જે અંગીકાર કરે છે, તેનું કલ્યાણ થયા વિના રહેતું નથી. વિચાર કરવાથી મનુષ્ય ફરે છે.એવી કિવદન્તી વારંવાર મનન કરીને મનુષ્યના વિચારે ઉત્તમ માર્ગ પ્રતિ ફેરવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જે જે બાબત તરફ મનુષ્યોને લઈ જવા હોય તે તે બાબતના વિચારો વડે મનુષ્યોને ફેરવવા જોઇએ. મનુષ્યનું આંતરિકબળ વિચાર છે. ધર્મના વિચારની અન્ય મનુષ્યો ઉપર અસર કરીને અન્ય મનુષ્યોને આપણે ધમાં બનાવી શકીએ. સવિચારવડે આપણે અન્યનું મન ફેરવીને ઉત્તમ બનાવીશું. સદ્દવિચારોના બળે પોતાની મેળે અન્ય મનુષ્યોની વાણી અને કાયા પણ કલ્યાણ માર્ગ તરફ ગમન કરશે. સર્વ
સ્થૂલ વસ્તુઓના મલ કરતાં વિચારેનું અનન્તગણું વિશેષ બળ છે. માટે સવિચારેને ફેલાવો કરીને દુનિયાને સ્વર્ગ સમાન ઉત્તમ બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. શ્રી વીરપ્રભુના અમૃત ઉપદેશની પ્રસાદીને લાભ આખી દુનિયાને આપવા પુરૂષો તનતોડ મહેનત કરીને મનુષ્ય જન્મની ફરજ અદા કરે છે. જે જે માગે છે જે અંશે જે જે ઉપાયે દુનિયા ધર્મ
For Private And Personal Use Only