________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
વિદ્વાનોના તરફથી જે જે ઉપાધિ થાય તે સહન કરીને તારે આગલો માર્ગ લેવાનું છે. તારા માથે જે જે ફરજો જગતના ભલા માટે આવી પડી છે, તેને સારી રીતે બજાવવાને વિરૂદ્ધમતધારકના કોલાહલ વચ્ચે તારું કાર્ય શાંતપણે કરે જ. અા લોકોના કોલાહલે સામું જોવાનું નથી, પણ અલકોનું ભલું થવાનો જે માર્ગ છે તેના સામું જે ! લોકોની ક્ષણિક નિંદા સામું ન જતાં લોકોને સત્ય માર્ગે ચઢાવવાનું કાર્ય કર ! શસ્ત્રોના ઘાને સહન કરીને પણ હૃદયરૂપ ક્ષેત્રમાં ધર્મ બીજને વાવ ! લોકોના કલ્યાણ માટે તારૂં સર્વ સમર્પણકર ! તારી લોકો વાહ વાહ કરે વા ન કરે તે ઉપર લક્ષ ન દેતાં તારી ફરજ બજાવ્યા કર. જગતના ભલા માટે જે કંઈ પ્રવૃત્તિ કરે તેનું ફલ તુર્ત દેખવાની ઉત્સુકતાને ત્યાગ કર ! ખરા અન્તઃકરણથી પરમાર્થ કાર્ય કરનારને ગુપ્ત સહાય મળે છે, અને તેની આગળ વિજય વાધા વાગે છે. જે કાર્યને જ્ઞાનીઓને મોટો ભાગ વખાણે છે તે કાર્ય કરવામાં અને વિજય મળ્યા વિના રહેતું નથી. ગમે તેવા પ્રતિકુલ સંગમાં આત્માના ઉત્સાહની વૃદ્ધિ કર ! બળવાન થએલો આત્મા પ્રતિકુલ સંગને જીતે છે, અને પ્રતિકૂલ સંગને પણ સાનુકૂલ સંયોગ તરીકે ફેરવી નાંખે છે. સત્ય સૂર્યની પેઠે સદાકાલ પ્રકાશે છે. સત્યરૂપ સૂર્યને ઘુવડે ન દેખી શકે તેમાં ઘુવડોને દેષ છે. દુનિયાના લેકોને સત્ય બનાવ ! અને સદા સત્યના માર્ગે વહ્યા કર, સત્યના માર્ગમાં વહેતાં મરવું તે ય છે " અસત્ય મ મ જવું તે કલ્યાણકારી નથી.
ત્યભાગમાં ડલા કાંટાને દૂર કર, અને અન્ધોનાં ચક્ષુઓ ઉધાડ. સુધા અને તુષાનાં દુઃખ સહી મનુષ્યને સત્ય માર્ગ તરફ વાળ. સર્વજ્ઞ પ્રભુને તું સેવક છે. અપ્રમત્તપણે ધમસે કર્યા કર. તારી પાસે જેઓ શ્વાનની પેઠે ભસે તેની સામું જોવા પીઠ ન ફેરવ. જેઓ સામા આવીને બેલે તેને જવાબ આપ અને સત્યને પ્રકાશ કર. 8 શાન્તિઃ
For Private And Personal Use Only