________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૯૮ ની સાલના વિચારે.
૩૪૭
અને ઉલટું લીંટમાં પડેલી માખીની પેઠે તેની દુર્દશા થાય છે. સદગુણી મનુષ્યના ઉપર સૂર્યને જેમ ગ્રહણ લાગે છે તેની પેઠે દુઃખો આવી પડે છે, પણ તેના ઉપર દુઃખો સદાકાલ રહેતાં નથી. આ દુનિયામાં છવો દુર્ગથી દુઃખી થાય છે તો પણ તેઓને દુર્ગુણે પ્રતિ અરૂચિ થતી નથી. સગુણાના માર્ગ તરફ ગમન કરતાં દુઃખો પડે તો પણ તે સારાં, પણ દુર્ગણોના માર્ગ તરફ ગમન કરતાં સુખની આશા બધાની હોય તો પણ કદિ તે તરફ ગમન કરવું નહિ. દુર્ગુણો તરફ એકવાર પ્રવૃત્તિ કરવામાં આવે છે તો વારંવાર તે તરફ પ્રવૃત્તિ થયા કરે છે. દુર્ગણોનો અનાદિ કાળથી અભ્યાસ કરાયેલો હોય છે માટે સગુણોની પ્રાપ્તિ માટે શીર સાટે અભ્યાસ કરવાની ખાસ જરૂર છે. દુર્ગણોના હેતુઓ ઘણું હોય છે અને તે ચારે તરફ હોય છે. શુભ સંગોની વચ્ચે રહેવાથી સગુણોની અસર થયા કરે છે. જે મનુ બે પિતાની જાતની ઉન્નતિ ઇચ્છે છે તેઓ ખરા અંતઃકરણથો સગુણે લેવા પ્રયત્ન કરે છે, અને દુર્ગુણે તરફ અલક્ષ ધારે છે. આપણે દુર્ગુણોને ટાળવા માટે સદ્દગુણોનું વારંવાર હૃદયમાં સ્મરણ કરવું જોઈએ. જેટલો સુણે ઉપર પ્રેમ તેટલો જ દુર્ગુણોને નાશ અવધવો. અન્ય મનુષ્ય સગુણ તરફ ન ગમન કરે તે તેમના ઉપર કરૂણું ચિંતવવી. આપણે સગુણેની પ્રાપ્તિમાં તનતોડ મહેનત કરવી જોઈએ, અને એવો નિશ્ચય હૃદયમાં ધારજ જોઈએ.
સંવત ૧૯૬૮ ના અ. અષાડ સુદિ ૧૫ શનિવાર તા. ૨૯
મી જુન ૧૯૧ર. અમદાવાદ જે મનુષ્ય અન્યોને હલકા પાડવા પ્રયત્ન કરે છે તે કદિ હલકે પડયા વિના રહેતું નથી. જે મનુષ્ય પોતાના દુર્ગુણને પોતે જાણી જોઈને વધારે છે તેનું કલ્યાણ કરવા કોઈ સમર્થ થતું નથી.
તને દુઃખના પ્રસંગો મળે છે તે તારી કસોટી છે. તું સુવર્ણની પેઠે કષ છેદ અને તાપને સહન કરે છે કે કેમ ? તે તને મળેલા સંગે ઉપરથી અનુભવ મળે છે. સોનાની પેઠે પ્રતિકુલ વિચારકે તારી પરીક્ષા કરે તેથી તારે જરા માત્ર દીલગીર થવું ન જોઈએ. અજ્ઞાની અને પ્રપંચી એવા
For Private And Personal Use Only