________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૬૮ ની સાલના વિચારે.
૩૪૫
પ્રત્યાખ્યાન અવબોધવાં જોઈએ. પ્રત્યાખ્યાન ભાષ્યમાં પ્રત્યાખ્યાન સંબંધી
એકંદર સારૂં વિવેચન કરવામાં આવ્યું છે. સત્તરમા સૈકામાં વિજયદેવસૂરિના રાજ્યમાં એ ત્રણ ભાષ્યપર ભાષા લખવામાં આવ્યો છે.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ સુદિ ૧૩ ગુરૂવાર તા. ર૭ મી
જુન ૧૯૧૨, અમદાવાદ, ક્રિયા માર્ગનું પ્રાધાન્યતઃ વર્ણન અન્ય ધર્મ માર્ગોને નિષેધ કરવાને માટે નથી, પણ તે તે ક્રિયાના અધિકારીઓને તેમાં રૂચિ કરાવવા માટે છે. જ્ઞાનમાર્ગનું પ્રાધાન્યતઃ વર્ણન છીને જ્ઞાનમાર્ગમાં રૂચિ કરાવવાને માટે છે, પણ અન્ય માર્ગો તરફ અરૂચિ કરાવવા માટે નથી. ભક્તિ માર્ગનું વર્ણન અન્ય માર્ગોના ખંડન માટે નથી, પણ ભક્તિમાર્ગમાં ભક્તિમાર્ગના અધિકારી જીવોને રૂચિ કરાવવા માટે છે. ચારિત્ર માર્ગનું પ્રાધાન્યતઃ વર્ણને ખરેખર અન્ય માર્ગોના નિબંધ માટે નથી, કિનg ચારિત્ર માર્ગ તરફ જીવોને પ્રેમ થાય તે માટે ચારિત્ર મહિમા વર્ણન જાણવું. એ પ્રમાણે દર્શન માટે અવબોધવું. સુધારા કરવાના છે જે વિચારે કહેવામાં આવે છે તેમાં કંઈ પ્રાચીનતામાં જે કંઈ સત્ય રહેલું છે તેના નિષેધ માટે નથી કિન્તુ સુધારાના વિચારોથી પ્રગતિને ઉદ્દેશ સિદ્ધ કરવા માટે છે. ધ્યાન સમાધિનું મુખ્ય રીત્યા જે જે વર્ણન કરવામાં આવે છે તે તેના અધિકારી ની રૂચિ પ્રકટાવવા માટે છે, પરંતુ અન્ય માર્ગના નિષેધ માટે નથી. પ્રાચીન આચારેની મહત્તા વર્ણવવામાં આવતી હોય તે તેના સત્ય માટે છે, પણ નવ્ય સુધારાના સત્યવિચારના નિષેધ માટે નથી. સાધુઓનું વિશેષતઃ માહામ્ય વર્ણવવામાં આવે તે સાધુ ધર્મના વાસ્તવિક ગુણો અને સાધુઓ દ્વારા જગતનું કલ્યાણ થાય છે, તેને ઉદ્દેશીને છે, પણ તેથી અન્ય મુસાધુઓની પુષ્ટિ માટે વા અન્ય માર્ગોના નિષેધ માટે - અવધવું. તીર્થોનું વર્ણન કરવામાં આવે છે, તે તીર્થોથી થતા લાભને સંલક્ષી છે, પણ તેથી અન્યનું ખંડન વા નિષેધ સમજ નહિ, કેલવણીનું વિશેષતઃ વર્ણન કરવામાં આવે છે તે કેલવણીના વાસ્તવિક ગુણોને લઈને છે, પણ તેથી અન્ય બાબતેનું ખંડન સમજવું નહિ,
44
For Private And Personal Use Only