________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४४
સંવત્ ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ સુદિ ૧૨ બુધવાર તા. ૨૬ મી
જુન ૧૯૧૨- અમદાવાદ. દેવેન્દ્રસૂરિજીએ દેવવંદન ભાષ્યમાં દેવવંદનનું સારી રીતે સ્વરૂપ સમજાવ્યું છે, અને ગુરૂવંદન ભાષ્યમાં ગુરૂવંદનથી થતા લાભનું સારી રીતે દિગ્દર્શન કર્યું છે. ગુરૂને વિનય કરવો અને ગુરૂની આશાતનાઓ ટાળવી ઇત્યાદિ બાબતોનું સારી રીતે વિવેચન કર્યું છે. ગુરૂવંદન કરવાની વિધિ ખરેખર અત્યુત્તમ છે. ધર્મનું મૂળ વિનય છે. ગુરૂના વિનયથી રત ત્રયીની પ્રાપ્તિ થાય છે. ગુરૂની આજ્ઞામાં ધર્મ છે. ગુરૂની આજ્ઞા વિના તપ સંયમનું ફલ પ્રાપ્ત થઈ શકતું નથી. ગુરૂને બહુવેલ સંદિસાહુ એમ જે કહેવામાં આવે છે તેમાં ઘણું રહસ્ય સમાયું છે. જૈનશાસ્ત્રમાં ગુરૂના વિનયનું સમ્યમ્ સ્વરૂપ દર્શાવ્યું છે. દેવેન્દ્રસૂરિ મહારાજે અનેક સારાં પુસ્તકો રચીને જૈનકોમ ઉપર અતુલ ઉપકાર કર્યો છે તેથી દેવેન્દ્રસૂરિ મહારાજની કીર્તિ સદા અમર રહેશે. સર્વ જેનેએ ગુરૂવંદન ભાષ્યને એકવાર વાંચવું વા સાંભળવું જોઈએ. શરીરના અમુક અવયવને અમુક બેલ કહીને મુહપરિધારા પડિલેહવામાં આવે છે, તેમાં યોગવિદ્યાનાં ગુપ્ત રહો અવબોધાય છે. અમુક બેલ કહીને અમુક અવયવને પડિલેહવાના નિયમોમાં જે ગુપ્ત રહસ્ય છે, તે યોગીઓ જાણે છે, અને અન્યને સમજાવી શકે છે. પૂર્વના મુનિવરોને શરીરના અમુક અંગેના નિમિત્તે અમુક દુર્ગુણ ઉત્પન્ન થાય છે, એવું જ્ઞાન હતું તે આ ઉપથી સિદ્ધ થાય છે. ગુરૂને વંદન કેટલા કારણે કરવું જોઈએ. તે પણ સારી રીતે દર્શાવ્યું છે. જેને એ દરરોજ ગુરૂની જોગવાઈ મળે ત્યારે ગુરૂને વંદન કરવું જ જોઈએ. પેસાબ અને વડીનીતિનું આવશ્યક કાર્ય જેમ કરવું જ પડે છે અને તે કર્યા વિના છુટકો થતો નથી. પેશાબ અને વડીનીતિની આવશ્યકતા જે સમજી શકતા હોય અને ગુરૂવંદનની આવશ્યકતા જે સમજી શકતા ન હોય તે હજી શિષ્ય વા ભક્ત થવાને લાયક નથી. ગુરૂને વંદન કર્યા બાદ પ્રત્યાખ્યાન કરવું જોઈએ. તે માટે પ્રત્યાખ્યાનનું શ્રીમદ્દ દેવેન્દ્રસૂરિએ સ્વરૂપે વર્ણવ્યું છે. મનને જીત્યાવિના પ્રત્યાખ્યાન થઈ શકતું નથી. મનની ઈચ્છાઓને જીતનાર મનુષ્યો પ્રત્યાખ્યાન કરી શકે છે. મન અને દિને કબજામાં રાખવા માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતા છે. પ્રત્યાખ્યાન પણ એક યોગનું અંગ છે, અને તેનો પ્રતિદિન અભ્યાસ વધારવો જોઈએ. દ્રવ્ય પ્રત્યાખ્યાન અને ભાવ પ્રત્યાખ્યાન એ બે પ્રકારનાં
For Private And Personal Use Only