________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
ઈચ્છાએ કરતા નથી. પૈગલિક સુખેચ્છારૂપ લેપને ત્યાગ કરીને નિર્લેપ દશાએ સત્કાર્યોમાં મહાત્માઓ-સત્યપુરૂષ પ્રવૃત્તિ કરે છે. નિષ્ક્રિય દશાન અધિકાર પ્રાપ્ત થયા પહેલાં માનસિક, વાચિક અને કાયિક ક્રિયાને ત્યાગ કરવામાં આવે છે તો તે ત્યાગ ફક્ત નામ માત્ર ગણાય છે, અને પાછું ત્રણે યોગથી ગમે તે ક્રિયાઓ કર્યા વિના છુટકો થતો નથી, માટે પોતાનો અધિકાર તપાસીને મન વચન અને કાયાવડે સત્કાર્યો કરવામાં પ્રવૃત્તિ કરવી જોઈએ અને અન્તરૂમાં નિવૃત્તિનું સાધ્યબિંદુ લક્ષવું જોઈએ. સત્યવૃત્તિથી નિવૃત્તિ પ્રાપ્ત કરી શકાય છે. સપ્રવૃત્તિ એ પુણ્ય ક્રિયા, શુભક્રિયા, શુભાચાર આદિ પર્યાયવાચી નામવાળી અવબોધવી. નિષ્ક્રિય થવાને માટે પણ તેના ઉપાય રૂપ સ&િમા કરવાની જરૂર છે, અને તે સ્વભાવ સિદ્ધ છે. આર્યાવર્તના મનુષ્યો નિવૃત્તિ માર્ગને મુખ્યતાએ ઇચ્છે છે, કિg પ્રવૃત્તિ માર્ગવિના નિવૃત્તિમાર્ગમાં આલસ્યાદિ દોષો આવ્યા છે, અને તેથી ભારત વાસીયો હાલ આલસુ અને સત્કર્મહીન પ્રાયઃ અમુક દૃષ્ટિથી જોતાં બની ગયેલા લાગે છે. સદગુણે તરફ પ્રવૃત્તિ કરવી એ સતુપ્રવૃત્તિ છે. શુભ કર્મો વા શુભ કાર્યોમાં પ્રવૃત્તિ કરવામાં અંશ માત્ર પણ આલસ્ય ન સેવવું જોઈએ. શુભકર્મ પ્રવૃત્તિ આદરામાં શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. સતક્રિયા અને સમયની કિંમત થઈ શકતી નથી.
સંવત ૧૯૯૮ ના અ. અષાડ સુદિ ૧૧ મંગળવાર તા. ૨૫ મી
જુન ૧૯૧ર. અમદાવાદ જૈન ધર્મના સાધુઓએ દુનિયામાં શાતિ પ્રવર્તે માટે પૂર્વે અનેક પ્રકારના સદ્દગુણોને ઉપદેશ દીધો છે. રાજાઓથી જે મનુષ્યો સુધરતા નથી તે મુનિવરેના ઉપદેશથી સુધરે છે. સન્તો, મનુષ્યોના અન્તરમાં ઉપદેશ અને સદાચાર વડે સત્વગુણની ઉંડી અસર કરે છે. જે સાધુઓમાં સાધુ પવીને લાયક એવા જ્ઞાનાદિ સર્વે ગુણો હોય છે, તે સાધુઓ દયાના સાગર બનેલા હોવાથી તેઓની આસપાસ શાન્તિનું સામ્રાજ્ય ગોઠવાય છે, અને તેથી તેઓના સમાગમમાં આવનારાઓને શાન્તિ રસનો સ્વાદ ચખાડે છે. દયાલુ અને પ્રમાણિક ન્યાય ન્યાયાધીશોના પણ જેઓ સદ્ગણ વડે
For Private And Personal Use Only