________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે
૩૪૧
ઉપર અસર કરે છે. ગર્ભમાં રહેલા આત્મા ઉપર સારા સંસ્કાર પાડવામાં નથી આવતા તો તે આમાં મોટો થાય છે. તો પણ તેને કેલવણી અને સુસંગતિની પણ જોઈએ તેવી સારી અસર થઈ શકતી નથી. જેનોમાં સંસ્કારનું જ્ઞાન અને સંસ્કાર વિધિને હાલ પાયલોપ થયા જેવું થઈ શકયું છે. ઉત્તમ સંસ્કાર વિના દુનિયાના મનુષ્ય સુધરતા નથી. એક કવિ કળે છે, કે ખરી કેળવણી તો સંસ્કારની મનુષ્યના આત્માને ગર્ભમાં મળે છે. જે આત્માને ગર્ભ સમયમાં શુસંસ્કારોની કેળવણી આપવામાં આવે છે, તેને નઠારા સંગની એકદમ અસર થઈ શકતી નથી, અને શુભ સંયોગોની સારી રીતે અસર થાય છે. સંસ્કારોના ઉંડા રહનું દુનિયા જ્ઞાન મેળવે તે માટે સંપુરૂષોએ તન વાણું મનથી દરરોજ પ્રયત્ન કરવો જોઈએ.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ સુદિ ૧૦ સેમવાર તા. ૨૪
| મી જુન ૧૯૧ર. અમદાવાદ. અશુભ કર્મનો નાશ કરવાને શુભ કર્મોને પ્રથમ સેવવાની જરૂર છે. શુભ પરિણામ અશુભ પરિણામ એ બે પરિણામ મનમાં ઉન્ન થતાં હોય ત્યાં સુધી શુભ પરિણામ અને શુભ પરિણામના હેતુઓને સેવવાની ઘણું જરૂર છે. કાયા અને વાણી દ્વારા પુણ્ય અને પાપ અને તેના હેતુઓ આચરી શકાય છે. પુણ્ય કાર્યો અને તેના હેતુઓનું સંસેવન કરતાં પાપ અને તેના હેતુઓથી છૂટી શકાય છે. કાંટાથી પગમાં લાગેલો કાંટો કાઢી શકાય છે. પશ્ચાત કાંટાની જરૂર રહેતી નથી. તદત પાપ કૃત્યોને પુણ્ય કૃત્ય વડે હઠાવી શકાય છે, અને પશ્ચાત આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા થતાં સતકર્મોની પણ જરૂર રહેતી નથી. અશુભક્રિયા વડે આત્મા ન લેપાય તે માટે શુભ ક્રિયાએના સંયોગોમાં રહેવું જોઇએ. શુભ ક્રિયા વા શુભ પ્રવૃત્તિ કરવા માત્ર થીજ અશુભક્રિયા અસતક્રિયા, વા અશુભ પ્રવૃત્તિને હઠાવી શકાય છે. શુભ ક્રિયા વા શુભ પ્રવૃત્તિમાં કાઈની શુભેચ્છા વડે પ્રવૃત્તિ થાય છે અને કોઈની ફરજ અદા કર" એવી વૃત્તિથી નિલેષપણે પ્રવૃત્ત થાય છે. સારાંશ કે કેટલાક મનુષ્યો શુભ કાર્યો કરે છે પણ તેને પાગલક શાતારૂપફલની
For Private And Personal Use Only