________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ સુદિ દ ગુરૂવાર તા. ર૦મી
જુન ૧૯૧ર. અમદાવાદ અપરાધીઓ ઉપર દયા કરવી અને તેઓના દોષની માફી આપીને તેઓના દેશે ટાળવા એજ આર્યોની ઉન્નતિનું પ્રથમ ચિન્હ છે. આર્યનું લક્ષણ આ છે, અને અનાર્યનું લક્ષણ વિપરીત છે. દોષીઓ અને અપરાધીઓ પ્રતિ જ્યાં સુધી પ્રેમ અને દયાળુતા નહિ દેખાડીએ ત્યાં સુધી આપણું અપરાધો અને દોષોને માટે પ્રભુની પાસે માફી માગવી વા છોને ખમાવવાને વિવેક કરે એ સર્વ શુષ્ક હૃદયથી જ અવબોધવું. આપણે મોટા થવું હોય તે અપરાધીઓ પ્રતિ ઉદાર ભાવ રાખીને તેઓને ક્ષમા કરવાને પાઠ શિખવાની જરૂર છે. અન્યાની ઉપર ઉદાર ભાવ રાખ્યા વિના આપણું ઉપર અન્યોને ઉદાર ભાવ કયાંથી રહી શકે? મનુષ્ય માત્ર દાને માટે તિરસ્કારને પાત્ર છે, અને તે ગુણોને માટે ધન્યવાદને પાત્ર છે. મનુષ્ય માત્રમાં કેટલાક દોષો હોય છે અને કેટલાક ગુણો હોય છે. દેશની અપેક્ષાએ થોડા ઘણા અંશે સર્વ મનુષ્યો ધિક્કારપાત્ર કરી શકે છે, અને ગુણોની અપેક્ષાએ મનુષ્ય માત્ર થોડા ઘણે અંશે ધન્યવાદ પાત્ર ઠરી શકે છે, સામાન્ય અધમ મનુષ્યો તે મૂકીને દોષ દેખીને દેશીઓને ધિક્કાર્યા કરે છે. મધ્યમ મનુષ્યો દેષોને પણ દેખે છે અને ગુણોને પણ દેખે છે પણ દોષોની અપેક્ષાએ મનુષ્ય માત્રને તેઓ ધિક્કારે છે, અને ગુણોની અપેક્ષાએ મનુષ્ય માત્રને ધન્યવાદ આપે છે. ઉત્તમ મનુષ્યો મનુષ્ય માત્રામાં દેષ હોય છે, અને તે દેખીને તેઓ આશ્ચર્ય માનતા નથી. દેશીઓના ઉપર કરૂણ ધારે છે અને તેઓના સદ્દગુણે દેખીને તેઓને પ્રશંસે છે. તેઓ આત્માને મહાન ઉચ્ચ દેખે છે. તેથી દોષીના આત્માને પણ નહિ ધિક્કારતાં તેને સુધારે છે. અપરાધીઓને માફી આપીને તેઓને ઉત્તમ હિતશિક્ષાના પાઠ ભણાવે છે. વૈરને બદલે વિરથી લે વા અપરાધનો બદલો અપરાધીને શિક્ષા અપાવીને લેવો એમ ઉત્તમ પુરૂષોની બીલકુલ માન્યતા હતી નથી. ચંદનના જેવો તેઓનો સ્વભાવ હોવાથી આર્યના ખરા ગુણોને ખરી દુઃખની વેળાએ પણ ત્યાગતા નથી. જેનામાં આ ઉત્તમ ગુણ છે, તે ગમે તે દેશમાં જ હોય તો પણ તે ગુણની અપેક્ષાએ અર્થ છે. રજોગુણ અને તમોગુણથી પિતાની ઉન્નતિ માનનારા મનુષ્યોએ આર્યાવર્તની અવનતિ કરી છે, અને તેનાં ફળ હાલ પણ ભારતવાસીઓ ભોગવે છે. જેગણી અને મેગણું આહારને જેઓ ત્યાગ કરે છે અને સવગુણું
For Private And Personal Use Only