________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૬૬૮ ની ભાવના વિચારે.
૩૩૫
સ્થિતિને દેખે છે, અને તેથી તેઓની વિશાલદષ્ટિ સહેજે ઉત્પન્ન થાય છે. આપણે સંગ્રહનયની સત્તા વડે સર્વ આત્માઓને પરમાત્મભાવથી દેખવાને અભ્યાસ પાડીએ તે અલ્પ કાળમાં ઘણું દુર્ગુણને હઠાવી શકીએ. રાગઠેષ આદિ આઠે પ્રકૃતિયોનું જોર પણ ધીમે ધીમે ટાળવા માટે એવી રીતે આત્માને આમભાવે દેખીને આત્મસ્વરૂપ રમણતા રૂ૫ ચારિત્ર પ્રકટ કરવાને વખત પ્રાપ્ત કરી શકુંઆવી ઉત્તમ દષ્ટિની ભાવનાથી ધર્મ આદિ તકરારી ભેદને નાશ થાય છે, અને આમાં જાણે પરમામાંજ હોય એવો ભાવ હૃદયમાં પ્રકટ થાય છે. ભય, દેવ, ખેદ આદિ દેષનાં આવરણો ટળે છે અને પરમાત્મ સત્તાની ભાવનાથી ઉચ્ચ દષ્ટિના શિખર પર ચઢી શકાય છે. જ્ઞાનીઓ સંગ્રહનય વડે સર્વ આત્માઓ સત્તાએ પરમાત્માએ છે, એમ સ્વીકારે છે અને નાની અપેક્ષાએ સંગ્રહનય સત્તાવડે ભાવના ભાવે છે.
સંવત્ ૧૯૬૮ ના અ, અષાડ સુદિ ૪ મંગળવાર તા. ૧૮ મી
જુન ૧૯ર. અમદાવાદ.
દુનિયાને સુખી કરવી એમ અનેક વિદ્વાને વદે છે. કિન્તુ દુનિયાને આત્મજ્ઞાન વૈરાગ્ય સંતોષ આદિ ગુણને બોધ આપ્યા વિના તેની સુખની દિશા તરફ પ્રવૃત્તિ થવાની નથી. પ્રાણવાયુ વડે જેમ છે જીવી શકે છે, તેમ સંતોષરૂપ પ્રાણવિના સુખની સૃષ્ટિમાં જીવી શકાતું નથી. મનુષ્યો અનેક પ્રકારની બાહ્ય પદાર્થોની લાલસાઓના દાસ ભૂત બનીને બાહ્ય પદાર્થોની ઋદ્ધિવડે ખરેખરા સુખી થવાના નથી. જે મનમાં સંતોષ થો તે ઘનું ચક્ર મંઢ પડવાથી આત્માના સુખનો ભાસ થયા વિના રહેતો નથી. આહાર, પાલ્સી, અને શરીર સંરક્ષા તથા સંતોષ વૈરાગ્ય, સમાનતા આદિ સદ્ગ વડે આત્મા પોતાની મૂળ દશાને ધારણ કરતા હોય તે દુનિયાનાં દુઃખેની પેલી પાર જાય છે. યોગ્ય એવી પ્રવાસ અને નિતિ માગની ઉપાસનાથી ભવ્ય સહજ સુખની દિશા તરફ ગમન કરે છે એ તેઓ સુખને પ્રાપ્ત કરે છે. પ્રવૃત્તિ માર્ગના કીડા બનીને જે મનુએ સર્વ મનુષ્યની લક્ષ્મીનું હરણ કરીને પોતે જ ધનપતિ બનીને સુખ
For Private And Personal Use Only