________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
વાદિમનુષ્યોથી થઈ છે. જે મનુષ્ય જ્યાં સુધી સત્યના માર્ગ પર એક ટેકથી ચાલી શકતો નથી, તે મનુષ્ય ખરેખર ત્યાંસુધી ધમી બની શક્તિ નથી. જે મનુષ્ય સત્ય બોલવું એ મહા સિદ્ધાંતને ધર્મ તરીકે સ્વીકારતા નથી તેની અન્યધમ ક્રિયાઓ નિષ્ફલ છે. ઘણુ મનુષ્યો તપ જપ અનુદાન અને ટીલા ટપકાં કરીને પ્રભુના નામની માળાઓ ગણનારા એવા અસત્ય બોલતાં સાંભળ્યા છે. ધર્મના ઉપાસક બનીને ધર્મના ઉપદેષ્ટાઓ ક્ષુદ્ર લાલસાઓના તાબે થઈને અસત્ય બોલતાં દેખ્યા છે. આનું કારણ એ છે કે તે મનુષ્યોના હૃદયમાં સત્યને પૂર્ણ મહિમા સમજાયો નથી. અને તેમજ તેઓ સત્યની કિમત સમજનારા એવા ઉત્તમ મહાત્માઓના ઉપદેશને તેઓએ સાંભળ્યો નથી. જેમાં પણ છે જેને સત્યનું સ્વરૂપ સમજીને સત્યને બોલે છે તેવા વિરલ મનુષ્યો દેખવામાં આવે છે. અસત્ય બોલવું આદિ કેટલાક દુર્ગણે તે બાલ્યાવસ્થાથી શરૂ થાય છે. સત્યને પ્રકાશ થયા વિના આર્યાવર્ત આદિ દેશોની સાત્વિક ઉન્નતિ થઈ શકનાર નથી, અને તેના અભાવે દુનિયા સત્ય સુખને પ્રાપ્ત કરી શકનાર નથી. બાલ્યાવસ્થાથી જ ઉપાસના કરવામાં આવે એવી કેળવણી મળ્યા વિના દુનિયામાં ઉત્તમ વ્યવહાર, સુખ પ્રાપ્તિ અને દુઃખ નાશ થનાર નથી. સત્યધિના સાધુ કઈ બની શકે નહિ. મનુષ્યો મોહથી અસત્ય બોલે છે, અને તેમજ મનુષ્યો મેહના ઉપર પગ દઈને સત્ય બોલે છે. હરિશ્ચંદ રાજાની પેઠે અન્ત સત્યથી સુખ પ્રાપ્ત થાય છે. સત્યથી મોક્ષ પ્રાપ્ત થાય છે. જ્યાં સત્ય નથી ત્યાં ધર્મ નથી, સત્ય બેલતાં વિચાર કરવું પડતું નથી, અને અસત્ય બોલતાં મનમાં જાળ ગૂંથવી પડે છે. સત્યવિતા રાતિથી સત્યરૂપ ધર્મ મંદિરમાં પ્રવેશ કર્યા વિના મનુષ્ય પરમાત્માનું દર્શન કરી શકો નથી. સત્યને પૂજે. સત્ય બોલે. સત્ય એ સુખનો સાથી છે.
For Private And Personal Use Only