________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
ભાવના ખીલવવા માટે પ્રભાવના કરવી એ પોતાની ફરજ છે પિતાની ફરજ અદા કર્યા વિના મનુષ્યોએ કદિ ન રહેવું જોઈએ. પ્રભાવનાના અર્થની સિદ્ધિ થાય તેવી રીતે અને તે યોગ્યતા પ્રકટાવે એવી સાધ્ય દશાએ પ્રભાવના કરવી જોઈએ. ધન, મન, વાણી અને કાયાવડે પ્રભાવના થશ્વ શકે છે. પિતાના સદવિચારો વડે પ્રભાવના કરી શકાય છે. કોઈને જ્ઞાનદાન આપીને પ્રભાવના કરી શકાય છે. કોઈને પવિત્ર મનુષ્યની સંગત કરાવીને પ્રભાવના કરી શકાય છે. ધર્મનાં પુસ્તકને ફેલાવો કરીને પ્રભાવિના કરી શકાય છે. કોઈપણ મનુષ્યને તેની ખરાબ દશામાં સહાય આપીને પ્રભાવના કરી શકાય છે. કોઈપણ મનુષ્યને ધર્મસૂત્ર ભણવામાં સહાય આપીને પ્રભાવના કરી શકાય છે. મનુષ્યમાં નીતિના સલુણે વૃદ્ધિ પામે એવો ઉપદેશ અને એવાં પુસ્તકોનું દાન કરીને પ્રભાવના કરી શકાય છે. સાધમાં વાત્સલ્ય–ભાવના ઈત્યાદિ ભક્તનાં અગે છે, અને એવાં ભકિતનાં અંગેને જે ધારણ કરે છે, તેને ભકત ગણી શકાય છે. વ્યક્તિને ધારણ કરનાર ભકત ખરેખર પરમાત્માના ભકતની ભકિત કરીને સત્યધર્મ રૂપ સૂર્યનાં કિરણોને પ્રકાશ દુનિયા પર ફેલાવે છે. જે મનુષ્યને પ્રભુના ભકતપર પ્રેમ નથી તે મનુષ્ય ખરેખર પ્રભુપર પણ પ્રેમ ધારણ કરી શકતું નથી. એમ કહેવામાં ઘણું ગુપ્ત રહસ્ય સમાયું છે. તેને વિવેક દષ્ટિથી વિચાર કરવું જોઈએ.
સંવત ૧૯૬૮ ના જેઠ વદ ૧૪ શુક્રવાર તા. ૧૪ મી
જુન ૧૯૧૨. અમદાવાદ. સત્ય એ મહાન ધર્મ છે. સત્ય કયા વિના જગતમાં કોઈ પણ બતનો ઉત્તમ વ્યવહાર ચાલી શકે નહિ. અપેક્ષા વડે અનેક વ્યાખ્યાઓથી
ત્યનું સ્વરૂપ અનુભવગમ્ય કરવું જોઈએ. રાણાતિ ધર્મ એ વાકયને પરિપૂર્ણ અનુભવ કરવા યોગ્ય છે. પરમેશ્વરને નહિ માનનાર નાસ્તિકો પણ સત્ય બોલવું એ મહાન ધર્મ માને છે. જે મનુષ્ય સત્ય બાલતે નથી, તે અંધકારમાં પેસે છે અને પ્રકાશને તિરરકાર કરે છે. આર્યાવર્તની અવનતિ થઈ હોય તે અનેક લાલચમાં લલચાયલા અસત્ય
For Private And Personal Use Only