________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
ભક્ત, અનુભવી કહી શકાય, હજારે મનુષ્યને ધર્મમાર્ગમાં જોડનાર એવા શ્રીમદ્ભા આત્માને શાંતિ મળે.
સંવત્ ૧૯૬૮ ના જેઠ વદિ ૧૨ બુધવાર તા. ૧૨મી
જુન ૧૯૧૨. અમદાવાદ પ્રતિજ્ઞા પાળનાર શૂરવીર મનુષ્ય ગણાય છે. પ્રથમ વિવેક શક્તિથી મનમાં ચક્કસ વિચાર કરીને સ્વપરને જેથી લાભ થાય એવી પ્રતિજ્ઞા લોવી જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, વય, આજુબાજુના સંયોગો અને પિતાના સામર્થ્યને વિચાર કરીને પ્રતિજ્ઞા લેવી જોઈએ. જે બાબતની પ્રતિજ્ઞા લેવા વિચાર હોય તે બાબતનું પૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ. દેવગુરૂ અને ઉત્તમ મહાત્માઓની સાક્ષીએ લીધેલી પ્રતિજ્ઞા પ્રાયઃ પૂર્ણનિર્વહી શકાય છે. અમુક સંયોગમાં અમુક બાબતમાં ચેકસ વળગી રહીને અમુક શક્તિ પ્રકટાવવાને માટે પ્રતિજ્ઞા કરવામાં આવે છે. જે બાબતની પ્રતિજ્ઞા કરવામાં આવે છે, તે તરફ વારંવાર ઉપયોગ રહે છે અને તેથી આભામાં તે બાબતની સિદ્ધિ થાય એવું વર્ષ પ્રકટી નીકળે છે. જેનું મન મજબૂત હોય છે, અને જે ભય, ખેદ, કાયરપણાથી રહિત હોય છે તે પ્રતિજ્ઞાને પાળી શકે છે. જે મનુષ્ય શરા અને ટેકીલા હોય છે. તે મનુષ્યો લીધેલી પ્રતિજ્ઞાને અનેક પ્રકારની આપત્તિયો વેઠીને પણ પાળે છે. જે મનુષ્ય પ્રતિતાને ભગ કરે છે, તેમના ચારિત્રને પાયે શિથિલ થઈ જાય છે, અને તેઓ કાયર પુરૂષોની કોટિમાં ગણાય છે. જે મનુષ્યો ઘારના ખીલાની પેઠે પ્રતિજ્ઞાઓ લઈને પોતાના આત્માની દશા કરે છે, તેમની મનુષ્યોમાં પણ ગણના થવી પણ મુશ્કેલ છે. જે મનુષ્યો પ્રતિજ્ઞાની કિસ્મત સમજી શકતા નથી તે, ભક્ત, દાતાર અને ઘર આ ત્રણમાંથી એક પણ બની શકતા નથી. પ્રતિજ્ઞા લઇને જે મનુષ્ય ફરી જાય છે, અને પિતાના આત્માને લાલચો તરફ ઘસડી જાય છે તે મનુષ્યોના ચરણની ધૂળથી અપવિત્ર થવાય છે. આર્ય દેશમાં પ્રતિજ્ઞા ભ્રષ્ટ મનુષ્યની ઉતિ કદિ ન થાઓ. જેની પ્રતિજ્ઞા ચળે છે તેનું સર્વ ચળે છે. જેની અચળ પ્રતિજ્ઞા છે તેનું સર્વ અચળ છે. જે પ્રતિજ્ઞા પાળી શકે છે તે મનુષ્ય થઈ શકે છે. ગમે તે ઘરબારી હાય વા ઘરને
For Private And Personal Use Only