________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
બદલે ભલાઈથી આપ એમ મહાત્માઓ વિચારે છે, અને ભુંડાઈને બદલે ભંડાઈથી આપ એમ અધમ પુરૂષો વિચાર કરે છે.
ગમે તેવા ગભરાટના સમયમાં પણ હું શું કરું છું, મારે શું કરવું જોઈએ તેનો વિચાર કરી જવો. દુનિયા સર્વ પ્રપંચી છે, અને આપણે પોતે સારા છીએ એવો મત કદિ બાંધવો નહિ. કોઈ પણ મનુષ્ય સંબંધી સદાકાલ એક સરખો મત બાંધવો એ તેની પૂર્ણ જીદગીનું અવલોકન કર્યા વિના એગ્ય ગણું શકાય નહિ. કોઈ પણ મનુષ્યના મરણ બાદ તેની જીદગી ઉપર પરિચયથી આજુબાજુના સંયોગથી અને પોતાની બુદ્ધિ અનુસારે મત બાંધી શકાય છે. સામા મનુષ્ય સંબંધી મત બાંધનાર મનુષ્ય પોતાની વૃત્તિના અનુસાર મત બાંધી શકે છે. તેથી મત બાંધનાર ઉપર પણ મતબોધવાને પ્રસંગ મળી શકે છે. અન્યોના આચારે અને વિચારે ઉપર મતબાંધનાર મનુષ્યોના વિચારો ઉપર મત બાંધનાર મનુષ્યો હોય છે માટે કોઈ પણ મનુષ્ય સંબંધી મત બાંધતાં પહેલાં મત બાંધવાના જે જે હેતુઓ હોય તેને તપાસ કરે. મત બાંધવાના સાધનો સત્ય છે કે અસત્ય છે તેને નિર્ણય કરવો. તેમાં કોઈ બાજુથી ભૂલ તે નથી થતી ? તેને વિચાર કરવો. જે જે સાધન વડે મત બાંધવો જોઈએ તે સંબંધી દીધું વિચારે કરવા.
- x
x
x
x
સંવત્ ૧૯૯૮ ના જેઠ વદિ ૯ રવિવાર તા. ૯મી
જુન ૧૯૧ર. અમદાવાદ, જેના માટે જે યોગ્ય હોય અને જેને જેની આવશ્યક્તા હોય અને તને તે બાબતમાં જે ઉપદેશ યોગ્ય લાગતો હોય તે ઉપદેશ આપ ! જેને જેટલું પચે તેને તેટલું આપ ! આજુબાજુના સંયોગો અને ભાવની ઉન્નતિને તપાસ કરીને આપ ! માનસિક વિચારેનાં પરિવર્તને ભવિષ્યમાં અમુકને કેવાં થશે તેની પહેલાંથી કંઇક ખ્યાલ કરીને જે યોગ્ય લાગે તે આપ. માનસિક વિકારોનાં ઉચ્ચ પરિવર્તન થાય તદર્થે જે યોગ્ય લાગે તે અન્યોને આપ. નિકામબુદ્ધિ અને સાપેક્ષ દષ્ટિનો ખ્યાલ કરીને જે અને યોગ્ય લાગે તે આપ. ગંભીરતા આદિ સદગુણોના અધિકારીઓને શોધ અને તેઓને અધિકાર પરત્વે યોગ્ય લાગે તે આપ ! તારી પાસે
For Private And Personal Use Only