________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
ઉત્તમ ગણાય છે. ખુશામદ એ ઢોંગ છે. ખુશામતીયા મનુષ્ય અમૃતના નામે વિષ પાય છે. ખુશામતીયા હીમના જેવું લીલું બાળનાર છે. કદિ બાટી અઠવા ફેલાવવી નહિ. બેટી વાત ફેલાવનાર અને ખોટી વાત ઉડાવનાર અને ખેતી વાતોને સત્ય માનનાર પાપના પ્રદેશના ગમન કરે છે. રણશીંગડાની પેઠે ખોટી વાતને મુખમાંથી ફેંકનારાઓ અન્ત, કલેશ અને લોહીની નદીઓ પ્રકટાવે છે. જૂઠી વાત ફેલાવવી નહિ અને જૂઠી સાક્ષી પૂરવી નહિ.
સંવ ૧૯૬૮ જેઠ વદિ ૭ શુક્રવાર તા. ૭ મી
જુન ૧૯૨. અમદાવાદ. કોઈની સહાયની આશા રાખ્યા વિના પિતાનું કાર્ય પિતે કરવું જોઈએ. સદા સ્વાશ્રયી બનીને તે કાર્ય કરવાની વૃત્તિ ધારવી જોઇએ. સ્વાશ્રયથી આત્મશક્તિનું ભાન થાય છે, અને કાર્યની સિદ્ધિને અનુભવ પ્રાપ્ત થાય છે. તથા અન્યની યાચના કરવાનો અભ્યાસ ટળે છે, સ્વાશ્રયી બનવાથી આલસ્ય દૂર જાય છે, અને વખતસર કાર્ય કરી શકાય છે તથા અત્તરની શક્તિ ખીલવી શકાય છે.
બાલ્યાવસ્થાથી પરાક્રમ કરવાને માટે હું જ છું, એવો મનમાં દઢ સંકલ્પ કરો અને શુભ કાર્યોમાં હશથી પ્રવૃત્તિ કરવી. દઢ નિશ્ચયથી અને ઉત્સાહથી જે જે કાર્યો કરવામાં આવે છે, તેમાં સુગમતા પ્રાપ્ત થાય છે. જે જે કાર્યો કરવાં તે થોડાં કરવાં પણ સંગીન કરવાં.
સારાં આચરણ એ સ્વર્ગને દરવાજો છે. જેના પિતાના ગુણને માટે અભિમાન નથી તે પુરૂષ મેક્ષને દરવાજો ઉઘાડે છે. મોટા થવું એ દુનિયાને ગમે છે, પણ મેટા થવાને માટે નીતિ, પ્રમાણિકતા અને ધર્માચરણને ધારનાર તે વિરલા મનુષ્ય હોય છે. ઉત્તમ થવામાં પિતે કરેલું અભિમાન જ પિતાને નડે છે.
સપુરૂષની કૃપા મેળવવી એ ઉત્તમ થવાનું પ્રથમ પગથીઉં છે. સપુરૂષોને સ્નેહ-પ્રેમ, દેવતાઓને પણ દુર્લભ છે. સમુદ્રને સેવનારા તે અનેક મનુષ્યો હોય છે, પણ સમુદ્રના તળીયેથી તેને કાઢનાર તે કોઈ
For Private And Personal Use Only