________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૨૧
મળો ! સંસારમાં કઈ અમર રહ્યા નથી. અને કોઈ અમર રહેનાર નથી. મૃત્યુના પંઝામાં ફસાતાં પહેલાં ધર્મની આરાધના કરી લેવી જોઈએ. આ ક્ષણિક સંસારમાંથી પરમશાન્તિને માર્ગ ગ્રહી લેવો જોઈએ.
સંવત ૧૯૬૮ જેઠ વદિ ૬ ગુરૂવાર તા. ૬ ઠ્ઠી જુન
૧૯૧૨. અમદાવાદ. કોઈની સાથે વાત કરતાં મુખમાંથી એક પણ તે છેડો શબ્દ નીકળે નહિ અમે ખાસ ધ્યાન રાખવું. માન, આદર અને સત્ય વિના ગુરૂની પાસેથી લીધેલી વિધ ફલ આપતી નથી. તંદુરસ્તીને પાયો બ્રહ્મચર્ય છે, એમ હૃદયમાં દઢ નિશ્ચય કર જોઇએ. શરીર તંદુરસ્ત હોય છે ત્યારે મન તંદુરસ્ત રહે છે. શરીરની આરોગ્યતા કસરતથી રહે છે. ચિંતા, શોક રહિત મન રાખવું એ આરેગ્યતાને આતરિક ઉપાય છે. મનને આનન્દમાં રાખવાથી શરીરની આરોગ્યતામાં વૃદ્ધિ થાય છે. શરીરની કિસ્મત કરતાં આત્માની અનન્તગણ વિશેષ કિસ્મત છે. માટે શરીરની આરોગ્યતા કરતાં સગુણ વડે આત્માની પુષ્ટિ કરવા વિશેષ લક્ષ્ય આપવું.
સર્વ કલ્યાણનું કારણ જ્ઞાન છે. ઉત્તમ ધર્મને પાયો જ્ઞાન છે. જ્ઞાનીની સંગતિમાં સુખ સમાયું છે. શરીર અને મન તાજું હોય તે વખતે વાંચવું. નિયમિત વખતે કઈ પણ પુસ્તક વાંચવું. જે વાંચવું તે સારી રીતે સમજીને વાંચવું. જે વાંચવું તે એક સ્થિર ચિત્તથી વાંચવું. ઉત્સાહ ધારણું કરીને વાંચવું. હેતુ પૂર્વક વાંચવું. અને જે વાંચ્યું હોય તેનું હૃદય પટમાં ચિત્ર ખડું થાય તેવી રીતે વાંચવું, અને તે પણ પિતાના આત્મબળથી વાંચવું.
જગતની નીતિ બંધારણને પાયો ડગાવનાર અસત્ય છે. પક્ષપાતથી અસત્ય બોલાય છે. ધ, માન, માયા, લોભ, ભય અને હાસ્યથી અસત્ય બોલાય છે. અનેક સ્વાર્થિક ઇચ્છાઓના તાબે થઈને જે મનુષ્યો પરમાથ તત્વને ભૂલે છે. તેઓ અસત્યના અંધકારમાં પ્રવેશે છે, અને યુવડ જે બને છે. બાહ્ય આકારથી જે સત્ય હેય પણ અન્તરૂમાં સરી ન હોય તે સત્ય ગણાય નહિ. સ્વાર્થ અને અજ્ઞતાના યોગે ઢાંગ કરી શકાય છે, કોઈ પણ પ્રકારને ઢોંગ અસ્તે ખુલ્લો થાય છે. ઢોંગ વિનાનું જીવન ખરેખર
For Private And Personal Use Only