________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
સંવત ૧ઠ્ઠ૮ ના જેઠ વદિ ૫ બુધવાર તા. ૫ મી જુન
૧૯૧ર અમદાવાદ,
જેમ બને તેમ અતિ ત્વરાથી આત્મ કલ્યાણને સાધવા તત્પર થવાની જરૂર છે. મનુષ્યની જીંદગી પાણીના પરપોટા જેવી ક્ષણિક છે. એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવા યોગ્ય નથી. આજની રાત્રીએ અમદાવાદ સંધના આગેવાન તથા સાગરગચ્છના આગેવાન શેઠ લાલભાઈ દલપતભાઈના આત્માએ દેહને ત્યાગ કર્યો. રાત્રે એક વાગે નખમાં પણ રોગ ન હોય એવી દશાએ વાતચિત કરતાં સુઈ ગયા હતા, અને પ્રાત:કાળમાં તેઓ એકદમ છાતીના રોગથી મરણ પામ્યા. તેમની મા ગંગા બેન ઉપર તેમને અત્યંત પ્રેમ હતો. તેમની આજ્ઞાને તે કદિ લોપ કરતા નહોતા. શેઠ લાલભાઈ હમારી પાસે ઘણુંવાર દર્શનાથે વ્યાખ્યાથે, આવ્યા હતા. તેથી તેમના ઉત્તમ સદગુણે જોવાનો અમને વખત મળ્યો હતો. જૈન તીર્થોની રક્ષા અને કન્યાઓને કેળવવામાં તેઓ આગેવાનીભર્યો લાભ લેતા હતા. તેમના હાથે અનેક શુભ કાર્ય થયાં છે. જેને કોમમાં પ્રથમ નંબરને એ આગેવાન પુરૂષ હતા. માતાના ઉપર પ્રેમ અને માતાની આજ્ઞા પાળવામાં તેનાં જે શ્રીમંત પુરૂષ મારી આંખે અદ્યાપિ પર્યત દેખાયા નથી. તેઓએ સંવત્ ૧૯૬૮ ના જેઠ વદિ અને રાત્રીએ પાંચ વાગે દેહ છોડો. સરકાર તરફથી તેમને સરદારની પદવી મળી હતી. મુંબઈ ઇલાકામાં આગેવાન આણંદજી કલ્યાણજીની પેઢીમા આગેવાન, પરસ્ત્રી સહોદર, જૈન કોમને સ્તંભ અને ગુર્જર દેશને દીપક ગુલ થયો દેખીને કોના મનમાં વૈરાગ્ય ન પ્રકટે. જુને જમાનો અને નવીન જમાન દેખનાર અને સમયને ઓળખનાર તે ઉત્તમ શેઠ હતા. તેમના ભરણુથી આખા અમદાવાદ શહેરમાં હાહાકાર વર્તાઈ રહ્યા છે. શેઠ લાલભાઈમાં પોતાનાં કાર્યો પિતાને હાથે કરવાનો ઉત્તમ ગુણુ હતો. જેનશાસન ઉપર અત્યંત પ્રેમ હતો. જૈનધર્મની હાડોહાડ શ્રદ્ધા ધારણકાર તે શેઠ હતા. દરરોજ એક સામાયિક કરવાને અને પ્રભુ પૂજા કરવાની દઢ પ્રતિજ્ઞા ધારક હતા. દરરોજ તેઓ સામાયિકમાં આનન્દઘનજી, ચિદાનંદજી અને યશોવિજયનાં પદો ગાતા હતા. તે પદે કેટલીક વખત મેં સાંભળ્યાં પણ હતાં. તેઓએ જનધર્મના શુભ કાર્યમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે. સતત ઉદ્યોગ, વ્યવહાર કુશળતા, વ્યસન રહિત દશા, ધૈર્ય, ગંભીરતા, વિવેક અને ગુરૂજન સેવા વગેરે ગુણો તેમનામાં ઘણા હતા, તે વારંવાર સ્મરણમાં આવે છે. તેમના આત્માને શાન્તિ
For Private And Personal Use Only